દક્ષિણ ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ થોડું વધ્યું છે. છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો ગગડ્યો છે. આજે વહેલી સવારથી હવામાં ભેજનું પ્રમાણ વધારે જોવા મળ્યું હતું. રાજ્યના દક્ષિણ ભાગમાં સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. દક્ષિણ ગુજરાતમાં ઠંડીનું થોડું પ્રમાણ વધ્યું છે. સવારમાં થોડી વધુ ઠંડક થવા લાગી છે. રાજ્યમાં બેવડી ઋતુની અસર યથાવત્ છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, પવનની દિશા બદલાતા બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ લોકોને થઇ રહ્યો છે. મહત્તમ, લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા 3 ડિગ્રી વધુ નોંધાયું છે., મોટાભાગના વિસ્તારમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 22થી 24 ડિગ્રી પહોંચ્યું છે. જો અમદાવાદની વાત કરવામાં આવે તો લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી નોંધાયું છે. ગાંધીનગરમાં 22 ડિગ્રી, વડોદરામાં 22 ડિગ્રી તાપમાન, ભાવનગરમાં 23, બનાસકાંઠામાં 22 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આથી રાજ્યમાં બેવડી ઋતુની અસર વર્તાઇ રહી છે.
- રાજ્યમાં બેવડી ઋતુની અસર યથાવત્
- પવનની દિશા બદલાતા બેવડી ઋતુનો અનુભવ
- વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ
- મહત્તમ, લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા 3 ડિગ્રી વધુ
- મોટાભાગના વિસ્તારમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી
- જ્યારે લઘુત્તમ તાપમાન 22થી 24 ડિગ્રી પહોંચ્યું
- અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી નોંધાયું
- ગાંધીનગરમાં 22 ડિગ્રી, વડોદરામાં 22 ડિગ્રી તાપમાન
- ભાવનગરમાં 23, બનાસકાંઠામાં 22 ડિગ્રી તાપમાન
છેલ્લા કેટલાક દિવસથી ગરમીના કારણે લોકો ત્રદી ગયા છે. દિવાળી આવી છતાં ઠંડી શરૂ થઈ નથી. જોકે છેલ્લા બે દિવસથી રાત્રિનો પારો ગગડયો છે. મહત્ત્વનું છે કે, ઠંડી વચ્ચે વહેલી સવારથી શરૂ થાય છે ત્યાર બાદ કાળજાળ ઉનાળા જેવો અનુભવાય છે. આથી કહી શકાય કે, રાજ્યમાં રાજ્યમાં બેવડી ઋતુની અસર યથાવત્ છે.









