• દરિયાઈ વિસ્તારમાં સરેરાશ તાપમાનમાં 2-3 ડિગ્રી વધશે
  • હાલ પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશાના પવન ફૂંકાશે
  • 3 દિવસ બાદ રાજ્યમાં તાપમાન ઘટશે

ગુજરાતમાં ગરમી ધીરે ધીરે વધતી જાય છે,ત્યારે અમદાવાદ હવામાન વિભાગે આગાહી કરી છે કે,અગામી દિવસોમાં વાતાવરણ સૂકુ રહેશે અને 3 દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહી રહે,દરિયા વિસ્તારમાં તાપમાન 2-3 ડિગ્રી વધશે,આજે અમદાવાદમાં 40 ડિગ્રી અને ગાંધીનગરમાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું છે,3 દિવસ બાદ રાજ્યમાં તાપમાન ઘટશે,હાલ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશાના પવન ફૂંકાઈ રહ્યાં છે.

જાણો કયા કેટલુ નોંધાયુ તાપમાન

[[$googlead]]

રાજકોટમાં 40.9 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 40.3 ડિગ્રી,તેમજ કેશોદમાં 40.4 ડિગ્રી, અમદાવાદમાં 40 ડિગ્રી, ભુજમાં 39.8 ડિગ્રી, કંડલામાં 39.5 ડિગ્રી તાપમાન તેમજ વડોદરામાં 39.6 ડિગ્રી, સુરતમાં 39.0 ડિગ્રી તાપમાન રહ્યું છે. સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે રાજ્યમાં મોસમનો મિજાજ બદલાયો છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આજે માવઠાની હવામાન વિભાગે આગાહી કરી છે. મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ,મહીસાગર, છોટાઉદેપુર અને નર્મદામાં કમોસમી વરસાદ વરસી શકે છે. તો દક્ષિણ ગુજરાતના સુરત અને તાપી જિલ્લામાં છુટાછવાયા વરસાદની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે.

[[$alsoread]]

20થી વધુ શહેરોનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી ઓછુ નોંધાયુ

કમોસમી વરસાદના વાદળો ઘેરાતા રાજ્યમાં તાપમાનું આશિંક પ્રમાણ ઘટ્યું છે. 20થી વધુ શહેરોનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી ઓછુ નોંધાયુ છે. તાપમાનમાં આંશિક ઘટાડો થતાં ગરમીમાંથી લોકોને આંશિક રાહત મળી છે. કચ્છ-સૌરાષ્ટ્રમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. અમરેલી, રાજકોટ, કેશોદ, સુરેન્દ્રનગરમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે.

અંબાલાલે ગરમીને લઈ શુ કરી આગાહી

28, 29 એપ્રિલે મધ્ય ગુજરાતનું તાપમાન 42-43 ડિગ્રી રહેવાની શક્યતા છે,તો ઉત્તર ગુજરાતમાં 41 ડિગ્રી રહેવાની શક્યતા છે,ઇડર, અમરેલી, જૂનાગઢમાં પણ ગરમી વધુ રહે તેવી શકયતા લાગી રહી છે.4-5-6 મે થી પુનઃ કાળઝાળ ગરમી પડશે અને ત્યારબાદ 20 મે થી ગરમીની પાછી શરૂઆત થશે.

15 થી 17 જુન આસપાસ આવશે નૈઋત્યનું ચોમાસુ

અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાની શરૂઆતને લઈને જણાવ્યું છે કે, રાજ્યમાં 15 થી 17 જુન આસપાસ નૈઋત્યનું ચોમાસુ બેસી શકે છે. અંદામાન નિકોબારમાં 17 થી 24 મે વચ્ચે ચોમાસુ બેસી શકે છે. અંદામાનમાં ચોમાસુ બેસ્યા બાદ 20 થી 25 દિવસમાં નૈઋત્યનું ચોમાસુ ગુજરાત પહોંચે છે.

  • Follow us on: