રાજયમાં આજથી ગરમીમાં ઘટાડો નોંધાશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે,મોટાભાગના જિલ્લામાં તાપમાન 2 ડિગ્રી ઘટ્યું છે તો સૌથી વધુ સુરેન્દ્રનગરમાં 38.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે.હજી પણ આગામી સમયમાં થોડું તાપમાન ઘટશે અને ત્યારબાદ ગરમી જોર પકડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
જાણો કયાં કેટલું તાપમાન નોંધાયું
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો રાજકોટમાં 38.1 ડિગ્રી, અમરેલીમાં 38 ડિગ્રી,અમદાવાદમાં 38.2 ડિગ્રી, ગાંધીનગરમાં 37.4 ડિગ્રી,ડીસામાં 37.6 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 36.1 ડિગ્રી,વડોદરામાં 37.2 ડિગ્રી, સુરતમાં 35.2 ડિગ્રી,ભુજમાં 37.2 ડિગ્રી, નલિયામાં 32.5 ડિગ્રી,પોરબંદરમાં 31.4 ડિગ્રી, ભાવનગરમાં 34.9 ડિગ્રી,મહુવામાં 36.6 ડિગ્રી, કેશોદમાં 34.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
માર્ચ મહિનાના અંતમાં વધી શકે છે ગરમી
હવામાન વિભાગની આગાહી મુજબ, માર્ચના છેલ્લા અઠવાડિયામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે રાજ્યને હવામાનના બેવડા પ્રકોપનો સામનો કરવો પડશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અમરેલી અને તાપી સહિત ઘણા જિલ્લાઓમાં તાપમાન 41 ડિગ્રી રહેવાની શક્યતા છે.
કચ્છમાં પવન સાથે ગરમી પડવાની શક્યતા છે
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માર્ચ મહિનામાં ગુજરાતનું વાતાવરણ બદલાતું રહે તેવી શક્યતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, 20 એપ્રિલથી ગરમી વધુ ગરમી પડવાની શક્યતા છે. 26 મે સુધી આંધી વંટોળની શક્યતા દેખાઈ રહી છે. તો આ વર્ષે અમદાવાદ, વડોદરા, પંચમહાલમાં આકરી ગરમીની શક્યતા તેમણે દર્શાવી છે. આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં પણ ગરમી વધશે.









