ગુજરાતમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, જેમાં રાજયમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ગરમીને લઈ આગાહી કરી છે કે આગામી સમયમાં ધીરે ધીરે ગરમીનું પ્રમાણ ઘટશે.


[[$googlead]]

આજે દ.ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો વલસાડ, નવસારી, સુરત, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આી છે તો સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે, 3 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે અને અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે તો અમદાવાદમાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન રહેશે.

[[$alsoread]]

દક્ષિણ ગુજરાત તરફ વરસાદી માહોલ રહેશે

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાત પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પ્રવર્તી રહ્યું છે. જેના કારણે દક્ષિણ ગુજરાત તરફના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે, માછીમારોને દરિયો ના ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે, વેધર મેપ પ્રમાણે, આજે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

વલસાડ જિલ્લામાં વહેલી સવારથી વરસાદ

વલસાડ જિલ્લામાં વહેલી સવારથી વરસાદ વરસ્યો હતો તો વલસાડના ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા, તો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 59 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ ઈડરમાં પોણા 3 ઈંચ વરસ્યો ખાબક્યો છે.


  • Follow us on: