હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી સાથે દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી, તો ઉ.ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, અમદાવાદમાં પણ હળવા વરસાદની આગાહી કરાઈ છે.


[[$googlead]]

અરબી સમુદ્રમાંથી આવતા ભેજના કારણે વરસાદની આગાહી

દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમના પવન ફૂંકાતા વરસાદની આગાહી કરવામાં આવી છે, અરબી સમુદ્રમાંથી આવતા ભેજના કારણે વરસાદ વરસી શકે છે સાથે સાથે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, દાહોદ, વડોદરા, આણંદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલી, દમણ, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

[[$alsoread]]

દક્ષિણ ગુજરાત તરફ વરસાદી માહોલ રહેશે

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાત પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પ્રવર્તી રહ્યું છે. જેના કારણે દક્ષિણ ગુજરાત તરફના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે, માછીમારોને દરિયો ના ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે, વેધર મેપ પ્રમાણે, આજે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

કચ્છના દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 7 દિવસ રાજયમાં વરસાદની આગાહી કરાઈ છે, દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે, બીજી તરફ ઉત્તર ગુજરાત અને ઉત્તર મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

  • Follow us on: