ગુજરાતના અનેક શહેરોમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ફરી એકવાર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે કહ્યું હતું કે, ગુજરાતમાં આંધી, વંટોળ અને વરસાદ રહેશે અને આજથી વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. સાથે જ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદ પડશે.


[[$googlead]]

અંબાલાલ પટેલની મોટી આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કરી છે કે, ગુજરાતમાં આંધી, વંટોળ અને વરસાદ રહેશે સાથે જ વાતાવરણમાં આજથી જ પલટો આવશે. ગુજરાતમાં 27મી સુધી આંધી-વંટોળ અને ક્યાંક વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. કચ્છ અને મધ્ય ગુજરાતમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડશે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ નબળી પડી છે તેથી વાતાવરણમાં પણ પલટો આવી શકે છે.

[[$alsoread]]

રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી

રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં પવનની ગતિ 50 કિમી પ્રતિકલાક સુધી નોંધાઈ છે અને અરબી સમુદ્રમાં હાલ વોલમાર્ક લો પ્રેશર સક્રિય છે જેમાં વોલમાર્ક લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થશે.

જાણો આજે કયા વરસાદને લઈ અપાયું ઓેરેન્જ એલર્ટ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો આજે અમરેલી, તાપી, ગીર સોમનાથ, સુરત, ભાવનગર, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગરમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામા આવ્યું છે.

જાણો આજે કયા વરસાદને લઈ અપાયું યલો એલર્ટ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ,મહીસાગર, ખેડા, આણંદ, ભરૂચ, નર્મદા, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, બોટાદ, પોરબંદર, રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.


  • Follow us on: