ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે અને ગરમીનો પ્રકોપ જોવા મળશે. હવામાન નિષ્ણાંત અનુસાર, રાજ્યમાં માત્ર છૂટોછવાયો વરસાદ રહી શકે. ઉત્તર- પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહી શકે. સાથે જ કેટલાક જિલ્લામાં વરસાદને લઇ યલો એલર્ટ જાહેર કરાયું છે.


[[$googlead]]

કેટલાક જિલ્લામાં વરસાદને લઇ યલો એલર્ટ

ગુજરાતમાં સતત કમોસમી વરસાદ બાદ હવે ફરી ઉનાળાની ગરમી પડશે. ગરમીની સાથે રાજ્યના અમુક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ રહી શકે. ઉત્તર-પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહી શકે. તેથી કેટલાક જિલ્લામાં વરસાદને લઇ યલો એલર્ટ જાહેર કરાયું છે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં યલો એલર્ટ છે. પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં પણ યલો એલર્ટ છે.

[[$alsoread]]

આ શહેરોમાં છૂટોછવાયો વરસાદ રહેશે

રાજ્યના ઘણા શહેરોમાં ગરમી સાથે છૂટોછવાયો વરસાદ વરસવાની શક્યતા છે ત્યારે નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, બોટાદ, અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી છે. વરસાદની આગાહીના પગલે માછીમારોને 1 જૂન સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. અમદાવાદ, ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. રાજ્યમાં 1થી 2 ડિગ્રી તાપમાન વધવાની શક્યતા છે. જ્યારે અમદાવાદમાં તાપમાન 39 ડિગ્રી રહેવાની શક્યતા છે.

લો પ્રેશર સર્જાતાં ગુજરાતમાં સારો વરસાદ

ઉનાળાની કાળઝાળ ગરમી બાદ રાજ્યમાં વિવિધ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડશે. કેરળ આ વર્ષનું ચોમાસું વહેલું પહોંચી ગયું છે તેથી ગુજરાતમાં જલ્દીથી વરસાદનું આગમન થાય તેવી સંભાવનાઓ છે. 10 જૂન સુધી મુંબઈના અનેક ભાગોમાં વરસાદ આવશે. ત્યાર બાદ 12 જૂન બાદ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ રહેશે. બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાશે તેથી લો પ્રેશર સર્જાતાં ગુજરાતમાં સારો વરસાદ આવશે. 18થી 30 જૂન વચ્ચે ગુજરાતમાં સારો વરસાદ આવશે.


  • Follow us on: