રાજ્યમાં ગરમીમાં આંશિક ઘટાડો નોંધાયો છે,પવનોની દિશા બદલતા તાપમાન ઘટ્યું છે,મોટાભાગના જિલ્લામાં તાપમાન 2-3 ડિગ્રી ઘટ્યું છે,તો બીજી તરફ બે દિવસ બાદ ગરમીનું જોર વધી શકે છે સાથે સાથે બે જિલ્લામાં ગરમીનું સૌથી વધુ તાપમાન નોંધાયું છે,પવનોની દિશા જેમ બદલાશે તેમ આગળના સમયમાં ગરમીમાં વધારો થવાની પણ શકયતા સેવાઈ રહી છે.
જાણો કયાં કેટલું તાપમાન નોંધાયું
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર અને કેશોદ 38 ડિગ્રી તાપમાન,અમદાવાદમાં 36.8 ડિગ્રી,ગાંધીનગરમાં 36.5 ડિગ્રી,ડીસામાં 36.8 ડિગ્રી,વડોદરામાં 37.6 ડિગ્રી,સુરતમાં 36.8 ડિગ્રી,ભુજમાં 36.2 ડિગ્રી,અમરેલીમાં 37.8 ડિગ્રી,પોરબંદરમાં 36.6 ડિગ્રી,ભાવનગરમાં 36.1 ડિગ્રી,મહુવામાં 36.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
ગુજરાતમાં ગરમીનો પારો ઉચકાયો છે
રાજસ્થાનમાં સર્જાયેલ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજસ્થાન અને ગુજરાતમાં તાપમાનનો પારો ઊંચે જતાં અંગ દઝાડતી ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. રાજસ્થાનની દક્ષિણ પશ્ચિમે સર્જાયેલ સાયક્લોનિક સર્ક્યુલેશનની સાથેસાથે સમુદ્રની સપાટીથી પાંચ કિલોમીટરની ઉંચાઈએ સર્જાયેલ ટ્રર્ફને કારણે પણ ગુજરાતમાં ગરમીનો પારો ઉચકાયો છે.ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે.
આવતીકાલથી વધી શકે છે ગરમી
આગામી 4 દિવસ સુધી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી સ્થિતિ રહેવાની આગાહી છે. હાલમાં ગુજરાતમાં પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ દિશામાંથી પવન ફૂંકાઈ રહ્યો છે. ગુજરાતના ઘણા શહેરોમાં રાત્રિનું તાપમાન પણ વધી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે 19 એપ્રિલ પછી રાજ્યમાં ગરમી વધુ વધવાની શક્યતા છે.









