ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે જેમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે,રાજયના તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો વધારો થશે સાથે સાથે આજે અમદાવાદ શહેરમાં યલો એલર્ટ આપવમાં આવ્યું છે.અમદાવાદમાં 42 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે,કંડલામાં સૌથી વધુ 43.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
રાજ્યમાં આવતીકાલથી ફરી હીટવેવની આગાહી
રાજયમાં આવતીકાલથી ફરી હીટવેવની આગાહી કરવામાં આવી છે,જેમાં 15 થી 17 એપ્રિલ બનાસકાંઠામાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરવામાં આવી છે,સાબરકાંઠા, કચ્છ, રાજકોટમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરવામાં આવી છે,દરિયા કિનારાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે તેવી આગાહી કરવામાં આવી છે,17 એપ્રિલ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે.
હાલમાં ગરમી ચરમસીમાએ પહોંચી રહી છે
દેશના ઘણા ભાગોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર પહોંચી ગયું છે. અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાત અને રાજસ્થાનમાં ગરમીની અસર વધુ જોવા મળે છે. દેશના બાકીના ભાગોમાં પણ ગરમી સતત વધી રહી છે. હાલમાં ઘણા રાજ્યોમાં વરસાદ અને ભારે પવનને કારણે ગરમીની અસર ઓછી જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 16 એપ્રિલથી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, જે હિમાલય ક્ષેત્રમાં પ્રવેશ કરશે. વિભાગના જણાવ્યા અનુસાર, આ ખલેલને કારણે, ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા થવાની સંભાવના છે, જ્યારે નીચલા વિસ્તારોમાં વરસાદ અને તોફાન આવી શકે છે.









