વાતાવરણને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે, જેમાં રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, રાજ્યમાં ક્યાંક વરસાદનું ઓરેન્જ તો કયાક યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે, પવન અને બરફના કરા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, રાજયમાં પવનની ગતિ 50 - 60 કિમી પ્રતિકલાકની રહેશે અને અમદાવાદમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેશે.
જાણો આજે કયાં પડી શકે છે વરસાદ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો આજે પાટણ, મહેસાણા, પંચમહાલ, દાહોદ, અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, જામનગર ,પોરબંદર, ગીર સોમનાથ, દ્વારકા, બોટાદ અને દીવમાં સામાન્યથી મધ્યમ વરસાદ અને સાથે ભારે પવન ફૂંકાઈ શકે છે.
જાણો આજે કયા વરસાદને લઈ આપી યલો એલર્ટની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો આજે ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં દાહોદ, મહીસાગર, પંચમહાલ, છોટાઉદેપુર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, કચ્છ, દીવમાં ભારે વરસાદ સાથે કરા પડવાની આગાહી કરવામાં આવી છે.
બપોરના સમયે વધશે ગરમીનું પ્રમાણ
અરબી સમુદ્ર, પાકિસ્તાન-અફઘાનિસ્તાનની આસપાસ એક મજબુત હાઇપ્રેશરની સિસ્ટમ સક્રિય થઇ છે, જેને એન્ટી સાઈક્લોનિક સરક્યુલેશન પણ કહે છે. જયારે પણ એન્ટિ સાઈક્લોનિક સરક્યુલેશનની સિસ્ટમ સક્રિય થાય છે. ત્યારે તે વાતાવરણના ઉપરના લેવલમાં ફૂંકાતા ગરમ પવનોને સીધા જમીન તરફ લાવે છે.









