વાવાઝોડાની આગાહી વચ્ચે ગુજરાતના અનેક દરિયાકાંઠાના વિસ્તારોમાં કરંટ જોવા મળ્યો છે. દમણનો દરિયો તોફાની બનતા ઊંચા મોજા ઉછળ્યા છે. દરિયામાં 15 ફૂટ સુધીના મોજા ઉછળ્યા છે. નમો પથ પર દરિયાના પાણી ફરી વળ્યા છે, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાવામાં આવી છે.


દરિયામાં 15 ફૂટ સુધીના મોજા ઉછળ્યા

રાજ્યના અનેક શહેરોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. દમણનો દરિયો ગાંડોતુર બન્યો છે. હાઈ ટાઈડને લઇ દરિયાના મોટા મોઝા ઉંછડ્યા છે. દમણના દરિયામાં12થી 15 ફૂટ ઉંચા મોઝા ઉછળી રહ્યા છે. નમો પથ પર તોફાની દરિયાનો આહલાદાયક નજારો જોવા મળ્યો છે. મોટી સંખ્યામાં સેહલાણીઓ દમણ ઉમટ્યા છે, વરસાદ વચ્ચે દમણનો દરિયો તફોની બન્યો છે. દમણ પ્રસાસન દ્વારા માછી મારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

દરિયામાં કરંટના દ્રશ્યો

હવામાન વિભાગની આગાહી મૂજબ દરિયામાં કરંટ જોવા મળ્યો છે. સાથે સાથે માછીમારોને દરિયો ના ખેડવા માટે સૂચના આપવામાં આવી રહી છે, મહત્વનું છે કે હાલ દરિયામાં 15 થી 20 ફૂટ ઉંચા મોજા ઉછળી રહ્યાં છે જેના કારણે તંત્ર એલર્ટ મોડ પર છે.દરિયાના પાણી ચોપાટીને ક્રોસ કરીને અંદર સુધી આવી રહ્યાં છે.

ભારે પવન સાથે મોજા ઉછળ્યા

હવામાન ખાતાની આગાહીની અસર દેવભૂમિ દ્વારકાના દરિયામાં પણ જોવા મળી હતી. દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો. ગઈકાલે સવાર પડતા જ દરિયો જોરદાર તોફાની બન્યો છે. ગાયત્રી મંદિર લાઈટ હાઉસ તથા સમુદ્ર નારાયણ મંદિરના કાંઠા પર ભારે પવન સાથે મોજા ઉછળતા જોવા મળ્યા હતા. આશરે 10થી 12 ફૂટ ઊંચા મોજા ઉછળતા ભયાવહ દ્રશ્યો સર્જાયા હતા. ઉલ્લેખનીય છે કે, હવામાન ખાતા દ્વારા ગુજરાતમાં વરસાદને લઈને આગાહી કરી છે. ત્યારે દરિયા દેવના રૌદ્ર સ્વરૂપનો નજારો કેમેરામાં કેદ થયો હતો.


  • Follow us on: