રાજયમાં આજથી ગરમીમાં આંશિક રાહત મળશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે,આજથી 2 દિવસ મહતમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ગરમીમાં આંશિક રાહત મળશે સાથે સાથે દરિયાકાંઠે પવન 15 થી 20 કિમી પ્રતિકલાક રહેશે તો બીજી તરફ આજે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.
જાણો ગુજરાતમાં કયાં કેટલું તાપમાન નોંધાયું
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો અમદાવાદમાં 41 ડિગ્રી, ગાંધીનગરમાં 41 ડિગ્રી,ડીસામાં 39 ડિગ્રી, ભુજમાં 40 ડિગ્રી,અમરેલીમાં 42 ડિગ્રી, રાજકોટમાં 41 ડિગ્રી,ભાવનગરમાં 40 ડિગ્રી, વડોદરામાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
રાજ્યમાં ધૂળની ડમરી ઉડે એવો પવન ફૂંકાવાની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો આજે અને આવતીકાલે કચ્છ - સૌરાષ્ટ્રમાં ભારે પવન ફૂંકાશે,મધ્ય અને ઉ.ગુજરાતમાં ધૂળની ડમરી ઉડે તેવો પવન ફૂંકાશે,ગાંધીનગર, અમદાવાદમાં ધૂળની ડમરી સાથે પવન ફૂંકાશે,કચ્છ, બનાસકાંઠા, પાટણમાં ધૂળની ડમરી સાથે પવન ફૂંકાશે,મોરબી, સુરેન્દ્રનગરમાં ધૂળની ડમરી સાથે પવન ફૂંકાશે,જામનગર, દ્વારકા, પોરબંદરમાં ધૂળની ડમરી સાથે પવન ફૂંકાશે,જૂનાગઢ, ગીર સોમનાથમાં ધૂળની ડમરી સાથે પવન ફૂંકાશે.
બોટાદ, રાજકોટમાં ધૂળની ડમરી સાથે પવન ફૂંકાશે
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો આજે અમરેલી, ભાવનગરમાં ધૂળની ડમરી સાથે પવન ફૂંકાશે,મહેસાણા, સાબરકાંઠામાં ધૂળની ડમરી સાથે પવન ફૂંકાશે,પંચમહાલ, આણંદ, ખેડામાં ધૂળની ડમરી સાથે પવન ફૂંકાશે,મહિસાગર, દાહોદમાં ધૂળની ડમરી સાથે પવન ફૂંકાશે,અરવલ્લીમાં પણ ધૂળની ડમરી સાથે પવન ફૂંકાશે.
દિલ્હીમાં ગઈકાલે સાંજે પડયો વરસાદ
દિલ્હીમાં છેલ્લા એક સપ્તાહથી કાળઝાર ગરમીની અસર વર્તાઈ રહી હતી. તેવામાં શનિવારે સાંજે સેન્ટ્રલ અને પૂર્વ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબકતાં લોકોને ગરમીમાં રાહત મળી હતી. વરસાદના કારણે તાપમાનનો પારો નીચો આવતાં ગરમીનું પ્રમાણ ઓછુ થયું હતું. હવામાન વિભાગે વરસાદ અને વાવાઝોડાને લઈને યલો એલર્ટ જાહેર કર્યું હતું. દિલ્હી એનસીઆરમાં ગત 10 અને 11 એપ્રિલે આંધી આવી હતી. કડાકા ભડાકા સાથે ભારે પવન ફૂંકાયો હતો અને ત્યાર બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ 60 કિ.મી પ્રતિ કલાકની હતી. જેના કારણે અનેક ઠેકાણે ઝાડ પડી ગયા હતાં.









