રાજ્યમાં કમોસમી વરસાદની આફત યથાવત રહી છે, ત્યારે આગામી બે દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે, હવામાન વિભાગે ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરી છે, અરબ સાગર પર ટ્રફ સક્રિય પસાર થતા રહેશે વરસાદ, તો ખેડૂતોએ પણ તૈયાર થયેલો પાક ખુલ્લામાં નહી મૂકવો જોઈએ તેવી અપીલ પણ હવામાન વિભાગે કરી છે.


[[$googlead]]

જાણો કયાં પડી શકે છે વરસાદ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો કચ્છ, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, મધ્ય અને દક્ષિણ ગુજરાત, વડોદરા, છોટા ઉદેપુર, ભરુચ, સુરત, તાપી, ડાંગ, વલસાડમાં વરસાદની આગાહી કરવામા આવી છે, દરિયા કાંઠાના વિસ્તારમાં ભારે પવન ફૂંકાઇ શકે છે તેમજ 40-50 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે તેવી આગાહી કરવામાં આવી છે, કેટલાક વિસ્તારમાં તાપમાનમાં 3-5 ડિગ્રીનો વધારો થશે તેવી પણ આગાહી કરવામાં આવી છે.

[[$alsoread]]

દેશના વિવિધ મેદાની વિસ્તારોમાં ભયંકર ગરમી તબાહી મચાવી રહી છે

દેશના વિવિધ મેદાની વિસ્તારોમાં ભયંકર ગરમી તબાહી મચાવી રહી છે. જોકે, વચ્ચે તોફાન અને વરસાદ પડી રહ્યો છે, જેના કારણે લોકોને રાહત મળી રહી છે. પર્વતો પર વરસાદ પડી રહ્યો છે. મે મહિનામાં પણ હિમાચલ પ્રદેશમાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. અહીં ઊંચાઈવાળા પર્વતીય વિસ્તારોમાં બરફ પડી રહ્યો છે.

દિલ્હી-એનસીઆરમાં ફરી એકવાર કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે

દિલ્હી-એનસીઆરમાં ફરી એકવાર કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે. આજે પણ હવામાન ગરમ રહેશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આજે દિલ્હીમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 39 અને 26 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. દિવસ દરમિયાન સપાટી પર ભારે પવન ફૂંકાઈ શકે છે. આવતીકાલથી 17 મે સુધી રાજ્યમાં આંશિક વાદળછાયું વાતાવરણ રહી શકે છે. 25 મે સુધી દિલ્હી-એનસીઆરમાં વરસાદની કોઈ શક્યતા નથી.

ઉત્તર પ્રદેશના હવામાનમાં ફરી આવ્યો પલટો

ઉત્તર પ્રદેશના હવામાનમાં ફરી એક વાર ફેરફાર જોવા મળી રહ્યું છે. આજે હળવો વરસાદ અને ભારે પવન ફૂંકાઈ શકે છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં તાપમાન 38-40 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહી શકે છે. લખનૌમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે વીજળી પડવાની ચેતવણી જાહેર કરી છે. 14 મેથી રાજ્યમાં ગરમી છે.

 

  • Follow us on: