રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે ત્યારે આજે રાજયમાં યલો એલર્ટની સાથે હીટવેવની પણ આગાહી કરવામાં આવી છે,કચ્છ, રાજકોટ,બનાસકાંઠામાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરવામાં આવી છે.
જાણો કયાં કેટલું તાપમાન નોંધાયું
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો અમદાવાદમાં 44 ડિગ્રી, ગાંધીનગરમાં 44 ડિગ્રી,રાજકોટમાં 44 ડિગ્રી, કંડલામાં 41 ડિગ્રી,ડીસામાં 44 ડિગ્રી, વડોદરામાં 41 ડિગ્રી,ભુજમાં 43 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
રાજ્યમાં આજથી ફરી હીટવેવની આગાહી
રાજયમાં આજથી ફરી હીટવેવની આગાહી કરવામાં આવી છે,જેમાં 16 અને 17 એપ્રિલ બનાસકાંઠામાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરવામાં આવી છે,સાબરકાંઠા, કચ્છ, રાજકોટમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરવામાં આવી છે,દરિયા કિનારાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે તેવી આગાહી કરવામાં આવી છે,17 એપ્રિલ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે.
બિહાર, મહારાષ્ટ્ર, આસામ અને મેઘાલય જેવા ઘણા રાજ્યોમાં હવામાનમાં ફેરફાર જોવા મળ્યો છે
બિહાર, મહારાષ્ટ્ર, આસામ અને મેઘાલય જેવા ઘણા રાજ્યોમાં હવામાનમાં ફેરફાર જોવા મળ્યો છે, જ્યાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે. પર્વતીય રાજ્યોમાં કરા પડવાની શક્યતા છે. આગામી 5 દિવસ દરમિયાન પૂર્વોત્તર અને પૂર્વ ભારતમાં વાવાઝોડા, વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદની સંભાવના છે. 15 એપ્રિલે મધ્ય ભારત અને મહારાષ્ટ્રના મેદાની વિસ્તારોમાં વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત 15 અને 16 એપ્રિલે ઓડિશામાં ભારે વરસાદની શક્યતા છે. 16-18 એપ્રિલ દરમિયાન આસામ અને મેઘાલયમાં વરસાદ પડી શકે છે અને 17 એપ્રિલે નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં વરસાદ પડી શકે છે.
આ રાજ્યોમાં વરસાદની ચેતવણી
આજે, એટલે કે 15 એપ્રિલના રોજ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડના મેદાની વિસ્તારોમાં વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આગામી 5 દિવસ દરમિયાન તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કર્ણાટકના આંતરિક ભાગોમાં વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 20 એપ્રિલ સુધીમાં પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં એક મજબૂત પશ્ચિમી વિક્ષેપની શક્યતા છે, જેની તીવ્રતા 18 અને 19 એપ્રિલના રોજ સૌથી વધુ હશે અને તેના કારણે કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડશે.









