રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે ત્યારે આજે રાજયમાં યલો એલર્ટની સાથે હીટવેવની પણ આગાહી કરવામાં આવી છે,કચ્છ, રાજકોટ,બનાસકાંઠામાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરવામાં આવી છે.
જાણો કયાં કેટલું તાપમાન નોંધાયું
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો અમદાવાદમાં 42 ડિગ્રી, ગાંધીનગરમાં 42 ડિગ્રી,રાજકોટમાં 43 ડિગ્રી, કંડલામાં 38 ડિગ્રી,ડીસામાં 43 ડિગ્રી, વડોદરામાં 41 ડિગ્રી,ભુજમાં 43 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
રાજ્યમાં આજથી ફરી હીટવેવની આગાહી
રાજયમાં આજથી ફરી હીટવેવની આગાહી કરવામાં આવી છે,જેમાં 16 અને 17 એપ્રિલ બનાસકાંઠામાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરવામાં આવી છે,સાબરકાંઠા, કચ્છ, રાજકોટમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરવામાં આવી છે,દરિયા કિનારાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે તેવી આગાહી કરવામાં આવી છે,17 એપ્રિલ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે.
ઘણા રાજ્યોમાં તોફાન સાથે ભારે વરસાદ પડશે
એક વાયુ ચક્રવાતી પરિભ્રમણ પશ્ચિમ રાજસ્થાન પર, બીજું દક્ષિણ મધ્ય પ્રદેશના મધ્ય ભાગ પર, ત્રીજું મન્નારના અખાત પર, ચોથું દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી અને નજીકના તમિલનાડુ પર અને પાંચમું પશ્ચિમ આસામ પર રચાય છે. એક ટ્રફ મધ્ય દક્ષિણ મધ્યપ્રદેશ પરના ચક્રવાતી પરિભ્રમણથી દક્ષિણ ગંગા પશ્ચિમ બંગાળ સુધી વિસ્તરેલો છે, જ્યારે બીજો ટ્રફ મધ્ય દક્ષિણ મધ્યપ્રદેશ પરના ચક્રવાતી પરિભ્રમણથી દક્ષિણ આંતરિક કર્ણાટક સુધી વિસ્તરેલો છે. તેની અસરને કારણે ઘણા રાજ્યોમાં તોફાન સાથે ભારે વરસાદ પડશે.
ધૂળનું તોફાન ફૂંકાશે, વાદળો વરસશે
આગામી 5 દિવસ સુધી ઉત્તરપૂર્વ અને પૂર્વ ભારતમાં વાવાઝોડા અને 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારેથી અતિ ભારે વરસાદ પડશે. ૧૬ એપ્રિલે મધ્ય ભારત અને મહારાષ્ટ્રના મેદાની વિસ્તારોમાં વરસાદ અને ધૂળની આંધી આવશે. 17 એપ્રિલે બિહાર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં અને 16-17 એપ્રિલે આસામમાં વાવાઝોડા સાથે વરસાદ પડી શકે છે. ઝારખંડ, ઓડિશા અને મેઘાલયમાં 16-18 એપ્રિલ દરમિયાન વરસાદ સાથે કરા પડશે અને 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.









