ગરમીને લઇ હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે,સૌરાષ્ટ્ર, કચ્છ, ઉ.ગુજરાતમાં ગરમીને લઈ એલર્ટ આપવામાં આવ્યું છે,આજે અમદાવાદ, કચ્છ, બનાસકાંઠા,સુરત, મોરબી, સુરેન્દ્રનગર,ગાંધીનગર, પોરબંદર,રાજકોટ,જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે,તો આવતીકાલે અમદાવાદ અને કચ્છમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
આવતીકાલે બનાસકાંઠા અને સુરતમાં યલો એલર્ટ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો આવતીકાલે મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીનગર,રાજકોટ, પોરબંદર, જૂનાગઢ,અમરેલી ,ગીર સોમનાથમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે,આજે અમદાવાદનું તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે,રાજકોટમાં સૌથી વધુ તાપમાન 41.1 ડિગ્રી નોંધાયું છે,સુરેન્દ્રનગરમાં 40.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.રાજ્યમાં સતત ત્રણ દિવસ તાપમાનમાં વધારો થશે.ત્રણ દિવસ બાદ તાપમાન 2 થી 3 ડિગ્રી સુધી ઘટી શકે છે,13 માર્ચે કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ અને દીવમાં ઉષ્ણ લહેર સાથે યેલો અલર્ટ આપવામાં આવ્યું છે.
અનેક શહેરોમાં વધશે ગરમી
આગામી 3-4 દિવસ તાપમાન 40થી 42 ડિગ્રી રહેવાની આગાહી કરવામાં આવી છે. તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાતમાં ગરમી વધવાની સંભાવના પ્રબળ છે. એન્ટી સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા વાતાવરણમાં પલટો આવશે. માર્ચની શરૂઆતથી જ ગરમીનો પારો અમદાવાદ શહેરમાં 36થી 37 ડિગ્રી જોવા મળ્યો હતો. જો કે હવે ગુજરાતાના અનેક શહેરોમાં ગરમી 40 થી 42 ડિગ્રી પહોંચશે.









