- પાંચ વર્ષ પહેલા પવન જોશી સાથે સગાઈ થઈ હતી
- કિંજલે પોતાના સોશિયલ મીડિયામાંથી પવનના ફોટા હટાવ્યા
- પવન જોષીની બહેનના લગ્ન કિંજલના ભાઈ આકાશ સાથે નક્કી થયા હતા
ગરબા ક્વિન તરીકે જાણીતી ગુજરાતી સિંગર કિંજલ દવેની પવન જોશી સાથેની સગાઈ તૂટી ગઈ હોવાની ચર્ચા છે. બંનેની સગાઈ આજથી પાંચ વર્ષ પહેલા થઈ હતી. નજીકના સૂત્રોના જણાવ્યા પ્રમાણે પવન જોષીની બહેનના લગ્ન કિંજલના ભાઈ આકાશ સાથે નક્કી થયા હતા પરંતુ પવનની બહેને અન્ય યુવક સાથે કોર્ટ મેરેજ કરી લેતા આ સગાઈ તૂટી હોવાનું જાણવા મળે છે.
મળતી વિગતો પ્રમાણે કિંજલ અને પવનની સગાઈ સાટા પદ્ધતિથી થઈ હતી. પવનની બહેનના લગ્ન કિંજલના ભાઈ સાથે થયા હતા પરંતુ પવનની બહેને અન્ય યુવક સાથે લગ્ન કરી લેતા આ સગાઈ તોડી નાખવામાં આવી હતી. પાંચ વર્ષની સગાઈ દરમિયાન કિંજલ દવે અવારનવાર પવન જોશી સાથેના ફોટા પોતાના સોશિયલ મીડિયા પર મૂકાતા હતા.










