પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે અને ખાસ કરીને ઉનાળા દરમિયાન તેમની મુસાફરી ની માંગને પહોંચી વળવા માટે મુંબઈ સેન્ટ્રલ અને રાજકોટ તથા મુંબઈ સેન્ટ્રલ અને ગાંધીધામ વચ્ચે ખાસ ભાડા પર સુપરફાસ્ટ તેજસ સ્પેશ્યલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સ્પેશ્યલ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:


01-ટ્રેન સંખ્યા 09017/09018 મુંબઈ સેન્ટ્રલ-ગાંધીધામ તેજસ સુપરફાસ્ટ સાપ્તાહિક સ્પેશ્યલ [10 ફેરા]

ટ્રેન સંખ્યા 09017 મુંબઈ સેન્ટ્રલ-ગાંધીધામ સ્પેશ્યલ દર સોમવારે મુંબઈ સેન્ટ્રલથી 23.20 કલાકે ઉપડશે અને બીજા દિવસે 12.55 કલાકે ગાંધીધામ પહોંચશે. આ ટ્રેન 02 જૂનથી 30 જૂન, 2025 સુધી ચાલશે. તેવી જ રીતે, ટ્રેન સંખ્યા 09018 ગાંધીધામ-મુંબઈ સેન્ટ્રલ સ્પેશ્યલ દર મંગળવારે ગાંધીધામથી 18.55 કલાકે ઉપડશે અને બીજા દિવસે 07.30 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન 03 જૂન, 2025 થી 01 જુલાઈ, 2025 સુધી ચાલશે.

02-ટ્રેન સંખ્યા 09005/09006 મુંબઈ સેન્ટ્રલ-રાજકોટ તેજસ સુપરફાસ્ટ દ્વિ-સાપ્તાહિક સ્પેશ્યલ [18 ફેરા]

ટ્રેન સંખ્યા 09005 મુંબઈ સેન્ટ્રલ-રાજકોટ સ્પેશ્યલ દર બુધવારે અને શુક્રવારે મુંબઈ સેન્ટ્રલથી 23.20 કલાકે ઉપડશે અને બીજા દિવસે 11.45 કલાકે રાજકોટ પહોંચશે. આ ટ્રેન 30 મે થી 27 જૂન, 2025 સુધી ચાલશે. તેવી જ રીતે, ટ્રેન સંખ્યા 09006 રાજકોટ-મુંબઈ સેન્ટ્રલ સ્પેશ્યલ દર ગુરુવાર અને શનિવારે રાજકોટથી 18.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 07.30 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન 31 મે થી 28 જૂન, 2025 સુધી ચાલશે. આ ટ્રેન બંને દિશાઓમાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, આણંદ, અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર અને વાંકાનેર સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી 2-ટાયર અને એસી 3-ટાયર કોચ છે.

બન્ને દિશામાં ઉભી રહેશે ટ્રેન

આ ટ્રેન બંને દિશાઓમાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, આણંદ, અમદાવાદ, વિરમગામ, સામાખ્યાલી અને ભચાઉ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી ૨-ટાયર અને એસી ૩-ટાયર કોચ છે. ટ્રેન સંખ્યા 09005, 09006, 09017 અને 09018 નું બુકિંગ 25.05.2025 થી બધા પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

  • Follow us on: