• 2013માં જોધપુર આશ્રમમાં સગીરા સાથે આચર્યું હતું દુષ્કર્મ
  • પાખંડી બાપુ આસારામને મહત્તમ સજાની માગ કરાઈ હતી
  • સુરતની બે યુવતીઓએ લગાવ્યા હતા દુષ્કર્મનો આરોપ

આસારામને આજીવન કેદ કરવામાં આવી છે. જેમાં દુષ્કર્મ કેસમાં ગાંધીનગર કોર્ટે સજા સંભળાવી છે. તેમાં આસારામને મહત્તમ સજાની માગ કરાઈ હતી. ગુનાહિત માનસિકતા ધરાવતો હોવાની રજૂઆત કરાઈ હતી. તેમાં સુરતની બે યુવતીઓનો દુષ્કર્મનો આરોપ છે. તથા આસારામ સહિત 7 આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો.

2013થી 2023 સુધીનો ઘટના ક્રમ:

15 ઓગસ્ટ, 2013: જોધપુર આશ્રમમાં સગીરા સાથે દુષ્કર્મ

જોધપુરના મની ગામમાં 16 વર્ષીય સગીરા સાથે આસારામના આશ્રમમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું.

20 ઓગસ્ટ, 2013: દિલ્હીમાં દાખલ થઈ ઝીરો FIR

પીડિતના મોટા-પિતાએ દિલ્હીમાં આસારામ વિરુદ્ધ ઝીરો FIR દાખલ કરાવી. બાદમાં સમગ્ર કેસ જોધપુર પોલીસને સોંપવામાં આવ્યો.

31 ઓગસ્ટ, 2013: આસારામની થઈ ધરપકડ

જોધપુર પોલીસ ઈન્દોરથી આસારામ બાપુની ધરપકડ કરી.

1 સપ્ટેમ્બર, 2013: આસારામને જોધપુર લવાયો

આસારામને તેના ઈન્દોર આશ્રમથી જોધપુર લાવવામાં આવ્યો.

6 ઓકટોબર, 2013: સુરતની શિષ્યાએ લગાવ્યા દુષ્કર્મના આરોપ

સુરત ખાતે એક શિષ્યા દ્વારા આસારામ, તેનો પુત્ર નારાયણ સાઈ, તેની પત્ની અને દીકરી સહિત 7 શખ્સો વિરુદ્ધ દુષ્કર્મ અને ગેરકાયદેસર રીતે બંધક બનાવવાના આરોપો સાથે કેસ દાખલ કર્યો. ઉલ્લેખનીય છે કે, નારાયણ સાઈને એપ્રિલ 2019માં પીડિતાની નાની બહેન સાથે દુષ્કર્મ આચરવા મામલે આજીવન કેદની સજા ગુજરાતની કોર્ટ દ્વારા ફટકારવામાં આવી હતી.

6 નવેમ્બર, 2013: આસારામ સામે ચાર્જશીટ દાખલ થઈ

જોધપુર પોલીસ આસારામ સહિત 4 શખ્સો સામે ચાર્જશીટ દાખલ કરી

જુલાઇ 2014: ગુજરાત પોલીસ ચાર્જશીટ દાખલ કરી

ગુજરાત પોલીસ આસારામ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી

25 એપ્રિલ, 2018: જોધપુર કોર્ટે આસારામને દોષિત જાહેર કર્યો

જોધપુર કોર્ટે સગીરા સાથે દુષ્કર્મ મામલે આસારામને દોષિત જાહેર કર્યો. તેને IPCની કલમ 342 (ખોટી રીતે કેદ કરવા), 376(2)(F) (સગીર બાળકી પર બળાત્કાર), 376 D (દુષ્કર્મ), 354 A (સ્ત્રીની મર્યાદાને નુકશાન પહોંચાડવું), 506 (ગુનાહિત ધાકધમકી) અને 109 (અપરાધ માટે ઉશ્કેરણી) હેઠળ આજીવન કેદની સજા ફટકારી હતી.

30 જાન્યુઆરી, 2023: શિષ્યા પર દુષ્કર્મ કેસમાં આસારામ દોષિત જાહેર

ગાંધીનગર કોર્ટે સુરતની શિષ્યા પર દુષ્કર્મ આચરવા મામલે દોષિત જાહેર કર્યો. આસારામની પત્ની લક્ષ્મી, દીકરી ભારતી, અને પાંચ અન્ય સેવકો ધ્રુવબેન, નિર્મલા, જસી અને મીરાને નિર્દોષ જાહેર કર્યા હતા.

31 જાન્યુઆરી, 2023: ગાંધીનગર કોર્ટે આપી આજીવન કેદ

ગાંધીનગર કોર્ટે શિષ્યા પર દુષ્કર્મ આચરવા મામલે આજીવન કેદની સજા ફટકારી