- સટ્ટાબજારમાં ભારત 35 પૈસાના ભાવ સાથે હોટફેવરિટ
- ઓસ્ટ્રેલિયા 55 પૈસાના ભાવ સાથે ખુલ્યુ
- સટ્ટાબજારમાં ભારતનો ભાવ 20 પૈસા સુધી જઈ શકે છે
રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાવવા જઈ રહી છે. આ માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તમામ તૈયારીઓ પરિપૂર્ણ થઈ ગઈ છે. ભારતની ક્રિકેટ ટીમ સટ્ટા બજારમાં હોટ ફેવરિટ બની છે,સટ્ટાબજારમાં ભારતની ટીમની જીત માટે 45 પૈસા અને ઓસ્ટ્રેલિયાની ટીમનો ભાવ 1.90 બોલાઈ રહ્યો છે. જેની સાથે જ ભારતીય ટીમનો ભાવ 20 પૈસા સુધી જઈ શકે છે.
ક્રિકેટ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયા શરૂઆતથી જ હોટ ફેવરિટ ટીમ રહી છે. આ વચ્ચે એક અંદાજ પ્રમાણે એકલા ગુજરાતમાંથી જ કરોડનો સટ્ટો રમાવાનો છે. દેશમાં આ મેચ પાછળ સટ્ટાની રકમ 15 હજાર કરોડને આંબશે. 100થી વધુ બુકીઓએ દુબઈ સહિતના દેશોમાંથી પડાવ નાંખી દીધો છે. જેમાં કેટલાંક બુકીઓ ગુજરાતમાંથી જ સેશન પર 5 હજાર કરોડથી વધુનો સટ્ટો રમાશે તેવી શક્યતા વ્યક્ત કરી છે.













