સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાથી ફક્ત સાત કિલોમીટર દૂર એવું મંજીપુર ગામ કે જયાં વર્ષોથી પીવાના પાણીની સમસ્યા છે એવો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે,ખેડબ્રહ્મા તાલુકામાં આવેલી વરતોલ ગ્રામ પંચાયત જેની અંદર મંજીપુર કરીને પેટા ગામ આવેલું છે જેમાં 600 લોકોની વસ્તી ધરાવે આશરે 300 મતદારો છે.જેમાં ચૂંટણી વખતે ફકત મોટા વાયદા અપાય છે તેવો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે.
પાણી ભરવા દૂર દૂર સુધી જઉં પડે છે
મંજીપૂરા ગામ સામે કોઈ અધિકારી કે નેતા જોતા નથી ત્યારે આ પીવાના પાણીની સમસ્યા અને પશુઓ માટે ઘાસ ચારો અને પીવા માટે વલખા મારે છે ત્યારે સરકાર સુધી પોતાનો સંદેશો પહોંચાડવા સંદેશ ન્યૂઝના માધ્યમથી સરકારને જગાડવા માગે છે. વર્ષોથી પીવાના તથા વાપરવાના પાણીની અછતને લઇ પોતાના પશુઓને દૂર વરતોલ ગામના તળાવમાં પાણી લઈને પીવડાવવું પડે છે તેમના બાળકોને પણ દૂર પાણી ભરવા માટે 2 થી કી.મી સુધી જવું પડે છે જેને લઈને શિક્ષણમાં પણ નુકસાન વેઠવું પડે છે અને મજૂરીએ જાવા મોડું થતું હોય છે.
ગ્રામજનોનો પીવાના પાણી માટે પોકાર
બાળકોને તો ઘણી વાર પાણી ભરવા આખો દિવસ થતો હોવાથી સ્કૂલમાં રજા રાખતા હોય છે.બીજું કે ગ્રામ પંચાયત દ્વારા પાણી વેરો અને સફાઈ વેરો વગેરે જેવા વેરા વસુલમાં આવે છે ત્યારે ગામલોકો નું કહેવું છે વેરા લો છો તો પીવાનું પાણી કેમ નહીં ત્યારે અધિકારીઓને વર્ષોથી વારંવાર રજૂઆતો કરવા છતાં પાણીન મળતા સંદેશ ન્યૂઝનો આશરો લીધો હતો.હવે જોઉં રહ્યું કે દેશ આઝાદ થાય બાદ ઘણી યોજનાઓ પીવાના પાણી માટે આવી પન આ ગામનો કોઇ જ લાભ મળ્યો ન હોવાનો ગામ લોકો દાવો કરી રહ્યા છે. મંજીપૂરા ગામ લોકોના પીવાનું પાણી બહાર આપતું રજૂઆત વધુમાં પંચાયત દ્વારા લાભ ન આપતો હોવાની રજૂઆત કરાઈ હતી.સમગ્ર પંચાયતની તપાસ થાય તેવી રજુઆત કહેવામાં આવી હતી. આ ટ્રાયબલ વિસ્તારના લોકોને શું હવે પીવાનું પાણી મળશે કે નહીં એ જોઉં રહ્યું અને આ ગામલોકો ને સહાય મળે છે કે કેમ જોઉં રહ્યું.









