• ગિફ્ટ સિટીમાં વાઇન એન્ડ ડાઇનની સુવિધા હોટેલ્સ આપશે 
  • હોટલ્સ, રેસ્ટોરન્ટ્સ, ક્લબમાં લિકરનું સેવન કરી શકાશે
  • ગિફ્ટ સિટીમાંથી દારૂની બોટલનું વેચાણ નહીં થઇ શકે
હાલમાં ગાંધીનગર ગિફ્ટ સિટીમાં સૌથી મોટી છૂટ આપવામાં આવી છે. જેના મુદ્દે ઘણી ચર્ચા ચાલી રહી છે. આ મુદ્દે નિર્ણય બાદ ખાસ નિયમો અને કાયદાને લઇને લોકોમાં મૂંઝવણ સેવાઇ રહી છે. તેમજ ગિફ્ટ સિટીમાં કાયદાનું ઉલ્લંઘન કેવી રીતે ગણાશે. તેમજ રાજ્યમાં દારૂ પીને આવશે તો શું કાર્યવાહી કરવામાં આવશે ?

આ અંગે સરકાર દ્વારા કરવામાં આવેલા ઓર્ડરમાં FL3 લાયસન્સ અંતર્ગત પરવાનાના નિયમો તૈયાર થઈ રહ્યા છે. ગિફ્ટ સિટીની હોટલ, ક્લબ, રેસ્ટોરન્ટોને FL3 લાયસન્સના પરવાના હેઠળ દારૂ પીરસવામં આવશે. તેમજ ગિફ્ટ સિટીનાં કર્મચારીઓ, માલિકોને લિકર એક્સેસ અપાશે.



આ ઉપરાંત કંપની ઓથોરાઇઝ્ડ મુલાકાતીઓ પણ દારૂનું સેવન કરી શકશે. તેમજ ગિફ્ટ સિટીમાં વાઇન એન્ડ ડાઇનની સુવિધા હોટેલ્સમાં જ આપશે. તેમજ કંપનીના કાયમી કર્મચારીઓની હાજરીમાં લિકર સેવનની મંજૂરી આપવામાં આવી છે. એટલું જ નહીં ગિફ્ટ સિટીમાંથી દારૂની બોટલનું વેચાણ નહીં થઇ શકે.

નોંધનીય છેકે, ગિફ્ટ સિટીમાં દારૂ પીવાશે, પરંતુ પીધા બાદ બહાર આવવાને લઈને સસ્પેન્સ છે. નશાબંધીની ધારા 24-1-ખ અંતર્ગત દારૂ પીને ગુજરાતમાં પ્રવેશ પર પ્રતિબંધ છે. આ મામલે વિગતવાર ટૂંક સમયમાં જાહેર નોટિફિકેશન જાહેર થઇ શકે છે. નોંધનિય છે કે, નશાબંધીની ધારા 24-1-ખને ધ્યાનમાં રાખી નિયમો તૈયાર થશે.

રાજ્યમાં હાલ FL1 અને FL2 પ્રકારના લાયસન્સ અપાયા છે. FL1 લાયસન્સ હોલ્ડરને દારૂ હોલસેલમાં વેચવાનો પરવાનો આપે છે. FL2 લાયસન્સ અંતર્ગત પરમિટ ધરાવનારાઓને રિટેલ દારૂ વેચવાનો પરવાનો મળે છે. FL3 લાયસન્સ અંતર્ગત પરવાનાના નિયમો તૈયાર થઈ રહ્યા છે. ગિફ્ટ સિટીની હોટલ, ક્લબ, રેસ્ટોરન્ટોને FL3 લાયસન્સના પરવાના હેઠળ દારૂ પીરસવામં આવશે.
  • Follow us on:

[[$googlead]]