• પૂરતા પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ છે કે નહી તે અંગે વિગત મંગાવી
  • જિલ્લામાંથી વિગત મળ્યા બાદ તારીખ જાહેર કરવામાં આવશે
  • પંચાયત સેવા પસંદગી બોર્ડના અધ્યક્ષે ટ્વીટ કરી માંગી માહિતી

જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈ અગત્યના સમાચાર સામે આવ્યા છે. પંચાયત સેવા પસંદગી બોર્ડ જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા 9 એપ્રિલના રોજ લેવા માંગે છે. ત્યારે પૂરતા પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ છે કે કેમ તેની વિગતો જિલ્લાઓ પાસેથી મંગાવવામાં આવી છે. વિગતો ઉપલબ્ધ થયા બાદ તારીખ જાહેર કરવામાં આવશે. તેમ હસમુખ પટેલે ટ્વીટ કરી માહિતી આપી છે.

તેમણે ટ્વિટ કરીને લખ્યું, પંચાયત સેવા પસંદગી બોર્ડ જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા 9 એપ્રિલના રોજ લેવા માંગે છે. ત્યારે પૂરતા પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ છે કે કેમ તેની વિગતો જિલ્લાઓ પાસેથી મંગાવવામાં આવેલ છે. વિગતો ઉપલબ્ધ થયા બાદ તારીખ જાહેર કરવામાં આવશે.

[[$googlead]]


[[$alsoread]]

જૂનિયર ક્લાર્ક પરીક્ષા પેપરલીક કાંડ

જૂનિયર ક્લાર્ક પરીક્ષા પેપરલીક કાંડમાં પાંચ આરોપીઓએ જામીનની માગ કરી છે. આવતીકાલે JMFC કોર્ટમાં જામીન અંગે સુનાવણી હાથ ધરાશે. ATSની ટીમ કુલ 19 આરોપીઓની ધરપકડ કરી હતી. હાલ તમામ આરોપીઓના રીમાન્ડ પૂરા થયા બાદ જેલમાં છે. એટીએસની ટીમ કુલ 19 આરોપીઓની કરી હતી ધરપકડ


  • Follow us on: