ગોંડલમાં ગણેશ જાડેજા અને અલ્પેશ કથિરિયા વચ્ચેના શાબ્દિક યુદ્ધ બાદ સામાજીક અને રાજકીય ઘમાસાણ શરૂ થઈ ગયું છે.અલ્પેશ કથીરિયાએ સંદેશને જે ઈન્ટરવ્યું આપ્યો તેમાં તેમનું કહેવું છે કે,ગોંડલ જાણે મિર્ઝાપુર બની ગયું હોય તેમ લાગી ગયું છે,અમે ગોંડલમાં પ્રવેશ્યા અને અમારી કાર પર અચાનક પથ્થરમારો થયો અને 7 થી 8 ગાડીઓને ભારે નુકસાન થયું છે.


[[$googlead]]

જે ચૂંટણી લડવા સક્ષમ નથી એ બીજાને સર્ટિફીકેટ શું આપશે : અલ્પેશ કથીરિયા

અલ્પેશ કથીરિયાનું કહેવું છે કે,ગોંડલમાં આવ્યા તો લોકોએ અમારૂ સ્વાગત કર્યુ જે ગણેશ ગોંડલથી સહન ના થયું એટલે ભાડુઆતી બોલાવી તેમણે અમારી પર હુમલો કરાવ્યો છે,ગોંડલમાં દર્શન કરવા આવ્યા અને હુમલો થયો છે,અમારી હાઈકમાન્ડને ફરિયાદ કરવી હોય તો જયરાજસિંહ કરી શકે છે,પોલીસ પર આક્ષેપ કરતા અલ્પેશે કહ્યું કે,પોલીસ પણ તમાશો જોતી હતી અને અમે કોઈનો કોઈ રીતે વિરોધ કર્યો નથી,હાઈકમાન્ડને ખબર જ છે કે કોણ શું કરે છે.ગણેશ ગોંડલે જાહેરસભા કરવા પડકાર ફેંક્યો છે,હજી અમે ગોંડલ ફર્યા નથી અને તોડફોડ શરૂ કરી દેવામાં આવી છે,ગોંડલ કોઈની પેઢી નથી.

[[$alsoread]]

ગોંડલમાં પાટીદારો ભયમાં જીવે છે : જીગીશા પટેલ

તો ગોંડલના અગ્રણી જીગીશા પટેલનું કહેવુ છે કે,ગોંડલ અને આસપાસના પંથકોમાં પાટીદાર સમાજ ભયમાં જીવે છે અને તે ભય દૂર કરવામાં આવે તેવા અમારા પ્રયાસ છે, તો વરૂણ પટેલનું કહેવું છે કે,અમારે ગોંડલ જઉં હોય તો કોઈ વિઝા લેવાની જરૂર છે ? તો ગોંડલમાં ભાજપના કાર્યાલય પર ગુંડાતત્વોનો અડ્ડો છે અને ગોંડલામાં અસામાજિક તત્વોને હટાવીને જ રહીશું તેવી વાત પાટીદાર અગ્રણી વરૂણ પટેલે તરી છે,વધુમાં વરૂણ પટેલે કહ્યું કે અમે કોઈનો પણ ફાંકો ઉતારી દઈશું અમને વાર નહી લાગે.જાહેર કાર્યક્રમ, નેતાઓને મળવાની જરૂર નથી અને આવેદન પત્ર આપવાથી કંઈ નથી થતું ,આ લોકોની માનસિકતા જ આવી છે તેવું જીગીશા પટેલનું કહેવું છે.

ગીતાબા જાડેજાના બંગલા બહાર સમર્થકોનું પ્રદર્શન

ગોંડલમાં આજે સામાજિક અને રાજકીય ઘમાસાણ શરૂ થતાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા અને જીગીશા પટેલની મુલાકાતને લઈને શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ધારાસભ્ય ગીતાબા જાડેજાના બંગલા બહાર સમર્થકોનું પ્રદર્શન જોવા મળ્યું હતું. આ પ્રદર્શનમાં ભાજપના મહિલા મોરચાની મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ હતી. સમર્થકો દ્વારા જીગીશા પટેલ હાય-હાય, અલ્પેશ કથીરિયા હાય-હાયના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. તેમજ ગીતા બા જાડેજા અને ગણેશ જાડેજા જીંદાબાદના નારા લગાવ્યા હતા.

 

  • Follow us on: