• ધીરેન્દ્ર શાસ્ત્રી 20 જાન્યુઆરી 2022માં આવ્યા હતા અમદાવાદ
  • બાબાએ 1 વર્ષ પહેલા દરબાર કરવાની ઈચ્છા કરી હતી વ્યક્ત
  • ચાણકયપુરીમાં બાબાએ મંદિરમાં કર્યા હતા દર્શન
બાબાના દિવ્ય દરબારને લઈ આયોજકનો મોટો ખુલાસો સામે આવી રહ્યો છે. જેમાં બાબા બાગેશ્વર બીજી વાર અમદાવાદમાં આવી રહ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે, ધીરેન્દ્ર શાસ્ત્રી 20 જાન્યુઆરી 2022માં અમદાવાદ આવ્યા હતા અને તેઓએ 1 વર્ષ પહેલા દરબાર કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

ચાણકયપુરીમાં બાબાએ મંદિરમાં કર્યા હતા દર્શન

આ અંગે આયોજકો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે, એક વર્ષ અગાઉ અમદાવાદના ચાણકયપુરીમાં બાબાએ મંદિરમાં દર્શન કર્યા હતા અને ત્યાં જ પોતાનો દરબાર યોજવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જે પછી આયોજકોએ બાબા બાગેશ્વરના ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે ચર્ચા કરીને બાબાનો દરબાર લગાવવાની યોજના બનાવી છે. જેના માટે બાબા પણ ઘણાં ઉત્સાહીત હોવાનું આયોજકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.

નોંધનીય છેકે અમદાવાદમાં બાબા 2 દિવસનું રોકાણ કરવાના છે. જેમાં 29 અને 30 મે બાબાના અમદાવાદમાં ભક્તો દર્શન કરી શકશે. તથા બાગેશ્વર બાબાનો 1 દિવસ અમદાવાદમાં દિવ્ય દરબાર યોજાશે. જેમાં તારીખ 29 મે અમદાવાદના શક્તિ મેદાન પર દિવ્ય દરબાર યોજોશે. તેમજ 30 મે શક્તિ મેદાન પર બાબાનું પ્રવચન અને આશીર્વાદનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે.

અમદાવાદમાં આયોજકો દ્વારા એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, અમદાવાદના ચાણક્યપુરીમાં બાબાને મંદિરમાં ઘણી શ્રદ્ધા હતી જેથી તેમણે અહીં જ દરાબર યોજવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જે પછી હાલમાં તમામ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

આ માટે આયોજકો દ્વારા દિવ્ય દરબારને લઈ બેઠકોનો દોર શરૂ થયો છે. જેમાં આમંત્રણ પત્રિકામાં તમામ રાજકીય નેતાઓના નામ લખવાની વાત કરી છે. તેમજ બે દિવસમાં આમંત્રણ પત્રિકા તૈયાર થશે તેમ જણાવ્યું છે. જેમાં તમામ ભાજપ કોંગ્રેસ સહિતના નેતાઓને આમંત્રણ આપવાની અને ટ્રસ્ટી મંડળની બેઠકમાં રાજકીય નેતાઓના નામ નક્કી કરવામાં આવ્યા હોવાનું પણ આયોજકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે.

તમામ તૈયારીઓ શરૂ થઈ

માહિતી પ્રમાણે, 29 અને 30 મેના દિવસે બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદના ચાણક્યપુરીના સેક્ટર 6ના ગ્રાઉન્ડમાં દિવ્ય દરબારનો કાર્યક્રમ યોજશે. ખાસ વાત છે કે, રાધિકા સેવા સમિતિ દ્વારા આયોજિત દિવ્ય દરબાર કાર્યક્રમના આયોજનની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. એસજી હાઇવે કારગિલ પેટ્રૉલ પંપ પાસે કાર્યક્રમના મોટા મોટા બેનરો પણ લાગી ગયા છે. આ બેનરોમાં 'ના કોઈ ટોકન, ના કોઈ નંબર' નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
  • Follow us on:

[[$googlead]]