જામનગરમાં પત્નીના પ્રેમીએ પતિ પર કાર ચડાવી હત્યા કરી નાખી છે,તો જીપ કારની અડફેટે પતિનું મોત થતા પરિવારમાં પણ શોકનો માહોલ જોવા મળ્યો છે,ઘટનાની જાણ થતાની સાથે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ થયો છે,પોલીસને શરૂઆતમાં એમ લાગ્યું કે અકસ્માત છે પરંતુ પત્નીની પૂછપરછ કરતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો.
જીપની અડફેટે રવિ માકરણનું થયું હતું મોત
પ્રેમીને પામવા માટે પ્રેમિકા પત્નીએ તેના જ પ્રેમીને કહ્યું કે,મારા પતિ ઉપર કાર ચઢાવીને તેની હત્યા કરી દે,ત્યારે પ્રેમીએ તેની પ્રેમિકાની વાત માનીને પતિ પર કાર ચડાવીને તેની હત્યા કરી નાખી છે,મૃતક કાલાવડથી જામનગર જઈ રહ્યો હતો તે દરમિયાન પ્રેમિએ રસ્તા પર કાર ચડાવી તેને રસ્તા પર પાડી દીધો હતો અને તેના બાઈકને પણ નુકસાન થયું છે,તો બીજી તરફ મૃતકના પિતાએ તેમના છોકરાની હત્યા થઈ હોવાની ફરિયાદ જામનગર પોલીસને કરી છે.
મૃતકના પિતાએ હત્યા થઈ હોવાની ફરિયાદ નોંધાવી
જામનગર પોલીસે પત્ની રીંકલ અને પ્રેમી અક્ષય ડાંગરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને પોલીસે ષડયંત્ર સહિતની કલમો નોંધી તપાસ હાથધરી છે.પોલીસે હત્યારાઓની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથધરી છે,પ્રેમી અને પ્રેમિકા છેલ્લા કેટલા સમયથી પ્રેમમાં હતા અને કેટલા સમયથી હત્યાનો પ્લાન કરી રહ્યાં હતા તે દિશામાં તપાસ હાથધરી છે,મૃતકની હત્યા પાછળ અન્ય કોઈનો હાથ છે કે નહી તે દિશામાં પણ પોલીસે તપાસ આદરી છે,મૃતકનું પીએમ કરવામાં આવી રહ્યું છે અને પીએમ થયા પછી પોલીસ મૃતદેહ સોંપશે પરિવારને.તો ગુજરાતમાં આવી અવાર-નવાર ઘટનાઓ બની છે જેમાં પત્નીએ પ્રેમી સાથે મળીને તેના પતિની હત્યા કરાવી હોય.









