આણંદના બોરીયાવી નપાના કારોબારી ચેરમેનની પત્નીએ આપઘત કરી લેતા ખળભળાટ મચ્યો છે,આણંદની લાંભવેલ પાસે કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે.કારોબારી ચેરમેન રૂષિન પટેલની પત્નીના આપઘાતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે,તો પોલીસે સમગ્ર ઘટનામાં હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.
પત્ની મોડલિંગ તરીકે કરતી હતી કામ
આ સમગ્ર કેસની વાત કરવામા આવે તો આણંદ બોરીયાવી નગરપાલિકાના કારોબારી ચેરમેમનની પત્ની રિદ્ધિ સુથાર મોડલિંગ અને ઈન્ફલુએન્સર તરીકે કામ કરતી હતી અને તેણે અચાનક કોઈ કારણોસર આપઘાત કરી લીધો છે,પોલીસે મૃતદેહનો કબજો મેળવીને વધુ તપાસ હાથધરી છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો છે તો પોસ્ટમોર્ટમ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામા આવશે,પોલીસે પરિવારના નિવેદનો પણ નોંધ્યા છે.
નવનિયુક્ત કારોબારી ચેરમેન રૂષિન પટેલની પત્નીનો આપઘાત
બોરીયાવી નગરપાલિકાના નવનિયુક્ત કારોબારી ચેરમેન રૂષિન પટેલની પત્નીએ આપઘાચત કરી લેતા ચકચાર મચી છે.બારીયાવીના રૂષિલ પટેલે આણંદની રિદ્ધિ સુથાર સાથે કર્યા હતા પ્રેમ લગ્ન તો દોઢ વર્ષના બાળકની માતાના આપઘાતથી બોરીયાવીમાં ચર્ચાઓ ઉઠી છે,લાંભવેલ પાસેથી પસાર થતી કેનાલમાં ઝંપલાવ્યું હોવાની પ્રાથમિક માહિતી છે,ફાયર વિભાગે મૃતદેહને બહાર કાઢયો છે,પતિ રૂષિલ પટેલ તાજેતરમાં જ બોરીયાવી પાલિકાની ચૂંટણીમાં ભાજપના મેન્ડેડથી જીતી કારોબારી ચેરમેનનું પદ ધરાવે છે,કવડતાલ પોલીસે સમગ્ર મામલે ઊંડાણ પૂર્વ તપાસ હાથધરી છે.
સુરતમાં 12 વર્ષની બાળકીએ કર્યો આપઘાત
12 વર્ષની બાળકીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરતાં પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું. બાળકીના આપઘાતને લઈને પરિવારને કંઈક અઘટિત થયાની શંકા ગઈ હતી. પોલીસને બાળકીના આપઘાતની ઘટનાની જાણ કરવામાં આવી. પોલીસે ઘટનાની તપાસ કરતાં તેમના હાથમાં બાળકીએ લખેલ સ્યુસાઈડ નોટ આવી ગઈ. આ સ્યુસાઈડ નોટ વાંચતા પોલીસને પણ આંચકો લાગ્યો તો પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ. બાળકીએ સ્યુસાઈડ નોટમાં લખ્યું હતું કે '' મમ્મી મને માફ કરી દેજે, મારાથી ફોન પાણીમાં પડી ગયો છે, હું આપઘાત કરું છું ''. પોલીસે સ્યુસાઈડ નોટ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.









