• IPS રાજન સુશ્રાની પત્નીનો આપઘાત
  • થલતેજના શાંગ્રીલા બંગ્લોઝમાં બનાવ બન્યો
  • આપઘાત પાછળનું કારણ જાણી શકાયું નથી

અમદાવાદમાં IPSની પત્નીએ આપઘાત કર્યો છે. જેમાં IPS રાજન સુશ્રાની પત્નીએ આપઘાત કરતા ચકચાર મચી છે. IPS આર.ટી.સુશ્રાની પત્નીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. થલતેજના શાંગ્રીલા બંગ્લોઝમાં આપઘાત કર્યો છે.


[[$googlead]]

આપઘાત પાછળનું કારણ જાણી શકાયું નથી

[[$alsoread]]

IPS રાજન સુશ્રા વલસાડ મરીન સિક્યુરિટીમાં SP તરીકે ફરજ બજાવે છે. તેમજ બોડકદેવ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતા IPS અધિકારી રાજન સુશ્રાના પત્નીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે અને તપાસ હાથ ધરી છે. ઘટનાને લઈને પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો છે. રાજન સુશ્રા વલસાડ મરીન સિક્યોરિટીમાં એસીપી તરીક ફરજ બજાવે છે. આપઘાત પાછળનું કારણ જાણી શકાયું નથી.

બોડકદેવ પોલીસ સમગ્ર મામલો દબાવી દેવા માટે પ્રયાસ કરી રહી છે

બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે અને તપાસ હાથ ધરી છે. ઘટનાને લઈને પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો છે. હાલ શાલુબેનના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. આ કેસમાં IPS અધિકારી રાજનની પણ પૂછપરછ થશે. આ ઘટનામાં બોડકદેવ પોલીસ સમગ્ર મામલો દબાવી દેવા માટે પ્રયાસ કરી રહી છે. 

એક મહિના પહેલા લગ્નની 31 મી એનિવર્સરીની ઉજવણી કરી હતી

IPS રાજન, પત્ની અને 3 બાળકો સાથે ભત્રીજાના લગ્નમાં મહારાષ્ટ્ર ગયા હતા. જેમાં પત્ની અને 3 બાળકો લગ્ન પ્રસંગ પતાવીને બસમાં અમદાવાદ પહોંચ્યા હતા. તેમજ IPS રાજન લગ્નથી સીધા સુરત ખાતે ફરજ પર હાજર થયા હતા. અને ગઈકાલે રાત્રે અમદાવાદ નિવાસસ્થાને આવ્યા હતા. તેમજ એક મહિના પહેલા લગ્નની 31 મી એનિવર્સરીની ઉજવણી કરી હતી. તેમના 2 દીકરા સુરત ખાતે તબીબનો અભ્યાસ કરે છે. જ્યારે દિકરી અમેરિકામાં રહે છે. જેમાં લગ્ન પ્રસંગ હોવાથી દીકરી અમદાવાદ આવી હતી. આપઘાત કરનાર શાલુબેનની ઉંમર આશરે 50 વર્ષ છે આ ઘટનાથી પરિવાર શોકમાં છે. 

  • Follow us on: