- નવસારીમાં યોજાયેલો ભાજપનો સ્નેહ મિલન સમારોહ વિજયોત્સવમાં ફેરવાયો
- ચૂંટણીમાં જીત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થઇ
- મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ડંકો વગાડ્યો: સી.આર.પાટીલ
નવસારીમાં યોજાયેલો ભાજપનો સ્નેહ મિલન સમારોહ વિજયોત્સવમાં ફેરવાયો છે. જેમાં 4 રાજ્યોની વિધાનસભામાં ચૂંટણીમાં જીત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ડંકો વગાડ્યો છે તેમ સી.આર.પાટીલે જણાવ્યું છે.
મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં જંગી બહુમતીથી જીતી રહ્યા છે
4 રાજ્યોની ચૂંટણીઓમાં ત્રણ રાજ્યોમાં સરકાર બનાવવા જઈ રહ્યાં છે તેમ પણ વિશ્વાસ સી.આર.પાટીલે વ્યક્ત કર્યો છે. મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં જંગી બહુમતીથી જીતી રહ્યા છે. છત્તીસગઢમાં પણ જીત તરફ આગળ વધી રહ્યા છે. આજે રાજસ્થાન-મધ્યપ્રદેશ સહિત દેશના 4 રાજ્યોના ચૂંટણી પરિણામોના વલણો સામે આવી રહ્યા છે, તો આવતીકાલે મિઝોરમનું પરિણામ જાહેર કરાશે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગણામાં ફાઈનલ પરિણામાં બપોર સુધીમાં સામે આવી જશે.
મધ્યપ્રદેશમાં કોંગ્રેસે 29માંથી માત્ર 1 જ બેઠક મેળવી શકી હતી
આ પરિણામો વચ્ચે આ ચૂંટણીઓની આગામી વર્ષની લોકસભા ચૂંટણી પર કેવી અસર થશે, તેની અટકળો શરૂ થઈ ગઈ છે. ગત ચૂંટણીના પરિણામો વર્ષ 2018ની વિધાનસભા ચૂંટણીઓ કરતા ઉલટ હતા. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસની સરકારો બની, જોકે લોકસભા ચૂંટણીમાં ભાજપે રાજસ્થાનની તમામ 25 બેઠકો જીતી કોંગ્રેસના સુપડા જ સાફ કરી દીધા હતા. જ્યારે કોંગ્રેસે છત્તીસગઢની 11માંથી 2 અને મધ્યપ્રદેશમાં કોંગ્રેસે 29માંથી માત્ર 1 જ બેઠક મેળવી શકી હતી.