- છોટાઉદેપુરની નસવાડી જૂથ ગ્રામ પંચાયત
- નોટિસ પાઠવવા છતા MGVCL વીજપોલનું ભાડું નથી ચુકવતી
- નસવાડી ગ્રામ પંચાયત અને મધ્ય ગુજરાત વીજ કંપની આમને સામને આવી ગયા
નસવાડી જૂથ ગ્રામ પંચાયત દ્વારા મધ્ય ગુજરાત વીજ કંપની પાસે વીજ પોલનું ભાડું એક વર્ષથી માંગી રહી છે. વારંવાર નોટિસ પાઠવ્યા છતાંય મધ્ય ગુજરાત વીજ કંપની ગ્રામ પંચાયતને વીજ પોલનું ભાડું ચૂકવાતી નથી. જેને લઇ ગ્રામ પંચાયત સત્તાઘીશો આગામી દિવસોમાં મધ્ય ગુજરાત વીજ કંપની સામે કાનૂની કાર્યવાહી કરશે તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી ગ્રામ પંચાયતની હદમાં અલગ અલગ વિસ્તારમાં 1200 થી વધુ વીજ પોલ આવેલા છે જે તે વખતે નસવાડી ગ્રામ પંચાયત અને મધ્ય ગુજરાત વીજ કંપનીએ એક વીજ પોલનું ભાડું 250 રૂપિયા નક્કી કર્યું હતું જેને લઇ 1200 જેટલા વીજ પોલનું ભાડું 6 લાખથી વધુ થતું હોવાથી નસવાડી ગ્રામ પંચાયતએ મધ્ય ગુજરાત વીજ કંપની પાસે 1 વર્ષથી ભાડું માંગી રહી છે પરંતુ મધ્ય ગુજરાત વીજ કંપનીના સત્તાઘીસો ધ્યાન ના આપતા નસવાડી ગ્રામ પંચાયત દ્વારા માધ્ય ગુજરાત વીજ કંપનીને નોટિસ પાઠવી હતી છતાંય ભાડું ના ચુકવતા નસવાડી ગ્રામ પંચાયતના સત્તાઘીસો કાનૂની કાર્યવાહી કરશે.










