દિવાળીનો તહેવાર આવી ગયો છે. વહેલી સવારે ઠંડી તો બપોરે લોકોને ગરમી લાગી રહી છે. આ વચ્ચે આગામી સાત દિવસ વાતાવરણ કેવું રહેશે તેને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં ઠંડીની જગ્યાએ ઉનાળા જેવી ગરમી પડશે. રાજ્યના 8 જિલ્લાઓમાં તાપમાન 37 ડિગ્રીને પાર પહોંચ્યો છે. સૌથી વધુ તાપમાન રાજકોટમાં 39.5 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદમાં તાપમાન 37.6 ડિગ્રી નોંધાયું છે. રાજ્યમાં તાપમાન સામાન્ય કરતા 4 ડિગ્રી વધુ છે. ઉત્તર પૂર્વીય પવનોના કારણે તાપમાન ઊંચકાશે.
હવામાન વિભાગે જણાવ્યું કે આગામી 4-5 દિવસ હવામાનમાં વધુ ફેરફાર થશે નહીં. એટલે કે આવનારા એક સપ્તાહ દરમિયાન હવામાન સૂકું રહેશે. અમદાવાદમાં તાપમાન 37 ડિગ્રી પહોંચ્યું છે. જે સામાન્ય તાપમાન કરતા વધારે છે. એટલે કે હજુ ઠંડીની શરૂઆત થઈ નથી. લઘુત્તમ તાપમાન પણ 23 ડિગ્રી આસપાસ છે.
- રાજ્યમાં ઠંડીની જગ્યાએ ઉનાળા જેવી ગરમી
- રાજ્યના 8 જિલ્લાઓમાં તાપમાન 37 ડિગ્રીને પાર
- સૌથી વધુ તાપમાન રાજકોટમાં 39.5 ડિગ્રી નોંધાયું
- અમદાવાદમાં તાપમાન 37.6 ડિગ્રી નોંધાયું
- રાજ્યમાં તાપમાન સામાન્ય કરતા 4 ડિગ્રી વધુ
- ઉત્તર પૂર્વીય પવનોના કારણે તાપમાન ઊંચકાશે
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી મુજબ દિવાળીના તહેવારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. 1 થી 7 નવેમ્બર વાતાવરણ વાદળછાયું રહેશે. બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની અસરના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ આવી શકે છે. આ ઉપરાંત અંબાલાલે આ વર્ષે દિવાળી બગડવાની પણ કરી આગાહી. તેમણે કહ્યું કે, દિવાળી આસપાસ પણ વાદળવાયુ રહી શકે છે. 7 નવેમ્બરે પણ બંગાળની ખાડીમાં ચક્રવાત બનવાની શક્યતા છે. 7-14 નવેમ્બરના ગુજરાતમાં માવઠું થવાની શક્યતા. 7 થી 13 નવેમ્બરમાં બાંગાળાની ઉપસગારમાં ફરી ચક્રવાત આવશે. 17 થી 20 નવેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં તીવ્ર ચક્રવાત રહેવાની શક્યતા. 29 નવેમ્બર થી 3 ડીસેમ્બર સુધીમાં ઠંડીનું જોર વધશે. 22 ડિસેમ્બરથી ગાત્રો થીજવતી ઠંડીનો અનુભવ થશે. આ વર્ષે માવઠા વધુ થશે તેવી શક્યતા છે. માર્ચ મહિના સુધી રાજ્યમાં માવઠા આવશે. આ વર્ષે શિયાળામાં અષાઢી માહોલ રહેશે. 2027 થી આવતો દસકો હવામાનમાં વધુ ફેરફાર લઈને આવશે.