• બીજી તરફ રેસ્ટોરન્ટ માલિકોને પણ મોંઘવારી નડી રહી છે
  • સેવ ટામેટાની પ્લેટનો ભાવ હવે 200 થી 225 સુધી પહોંચી ગયો
  • રેસ્ટોરન્ટમાં આંબલી,આમચૂર પાવડર,દહી અને લીંબુ નો ઉપયોગ વધવા લાગ્યો
ટામેટાંના ભાવ વધતાની સાથે જ સામાન્ય જનતાની મુશ્કેલી વધી રહી છે ત્યારે બીજી તરફ રેસ્ટોરન્ટ માલિકોને પણ મોંઘવારી નડી રહી છે અને તેમને પણ પ્લેટના ભાવ વધારો કરવાનું નક્કી કર્યું છે. અમદાવાદની કેટલીક રેસ્ટોરન્ટે સેવ ટામેટાની પ્લેટનો ભાવ પણ પનીરની સબજી જેટલો કરી નાખ્યો છે.

સામાન્ય રીતે રૂ.80થી 90 ના ભાવે મળતી સેવ ટામેટાની પ્લેટનો ભાવ હવે 200 થી 225 સુધી પહોંચી ગયો છે. જેના કારણે રેસ્ટોરન્ટમાં જમવામાં પણ જો સેવ ટામેટાંની સબ્જી જમવી હશે તો ખીસ્સા પર વધુ ભારણ પડશે. એટલું જ નહીં સબ્જીની સાથે રેસ્ટોરન્ટમાં અન્ય પ્લેટમાં ટામેટાનો ઉપયોગ થતો રહે છે તેની પર પણ ભાવ વધારો થઈ શકે છે.

બીજી તરફ ટામેટાની જગ્યા રેસ્ટોરન્ટમાં આંબલી,આમચૂર પાવડર,દહી અને લીંબુ નો ઉપયોગ વધવા લાગ્યો છે. જેના કારણે લોકોને ટેસ્ટ તો મળી રહ્યો છે પણ તેની યોગ્ય અસર જોવા મળતી નથી. તેમજ રેસ્ટોરન્ટમાં ટામેટાનો ભાવની અસર જોવા મળી રહી છે.

આ તરફ ગૃહિણીઓ એ પણ ટામેટાનો ઉપયોગ બંધ કર્યો છે. જ્યારે કેટલીક મહિલાઓએ ઘરમાં રોજબરોજમાં ઉપયોગમાં લેવાતા ટામેટાંના બદલે દહીં અને લીંબુનો ઉપયોગ વધવા લાગ્યો છે. જો કે આગામી દિવસોમાં ટામેટાંના ભાવ ઘટે તેવી પણ શક્યતા જોવામાં આવી રહી છે. ઘણા રાજ્યોમાં વરસાદને કારણે ટામેટાંનો પાક બગડી ગયો છે જેના કારણે આ દિવસોમાં ટામેટાંના ભાવ મોંઘા થઈ રહ્યા છે. તેઓ એક કિલો ટામેટાં માટે જનતાને 120 થી 140 રૂપિયા આપવાનું વાંચી રહ્યા છે. થોડા દિવસો પહેલા જે ટામેટા માત્ર 20-30 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતા હતા.
  • Follow us on:

[[$googlead]]