- મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે શિવલયોમાં ભક્તોની ભીડ ઉમટી
- લોકોએ દુગ્ધાભિષેક, બીલીપત્ર ચડાવી ભગવાન ભોળાનાથની આરાધના કરી
- ભક્તોએ ભોળાનાથને શીશ ઝુકાવી ધન્યતા અનુભવી
આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે નાના-મોટા તમામ શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જામી છે. ત્યારે મોરબીના શિવાલયોમાં પણ સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યુ છે. લોકોએ દુગ્ધાભિષેક, બીલીપત્ર ચડાવી ભગવાન ભોળાનાથની આરાધના કરી હતી. પ્રથમ સોમવારે ભક્તો શિવ ભક્તિમાં તલ્લીન બની ગયા હતા.
મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે શિવલયોમાં ભક્તોની ભીડ ઉમટી
મોરબી શહેરના શોભેશ્વર મહાદેવ, રફાળેશ્વર મહાદેવ, નીલકંઠ મહાદેવ, જડેશ્વર મહાદેવ, કુબેરનાથ, અગનેશ્વર, જંગલેશ્વર સહિતના શિવાલયો સવારથી જ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા. મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. સાંજ સુધીમાં
મોટી સંખ્યામાં લોકોએ ભગવાન ભોળાનાથને શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી.
દરેક શિવમંદિરોમાં મહાઆરતી, મહાપૂજા સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ ઉપરાંત ભંડારા સહિતના આયોજનો પણ થયા હતા, શોભેશ્વર મહાદેવ, કુબેરનાથ સહિત અનેક મંદિરોમાં મહાદેવજીને ફૂલો, બીલીપત્ર વગેરેથી વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. લોકોએ પણ બીલીપત્ર ચડાવી દુગ્ધાભિષેક કર્યા હતા. સાંજ સુધીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શિવાલયોમાં જઇ ધન્યતા અનુભવી હતી. જો કે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર પવિત્ર માનતો હોય મોટાભાગના લોકોએ આજે ઉપવાસ કરીને શિવની ઉપાસના કરી હતી.