- કચ્છ CID ક્રાઈમમાં ફરજ બજાવતી હતી નીતા ચૌધરી
- બુટલેગર યુવરાજ સાથે દારૂની ખેપ મારતા પકડાઇ હતી
- નીતા ચૌધરીએ રાજસ્થાનથી દારૂ લાવવામાં મદદ કરી
CID ક્રાઈમમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી નીતા ચૌધરીની જિલ્લા પોલીસ દ્રારા સસ્પેન્ડ કરાઈ છે.મહીલા કોન્સ્ટેબલ નીતા કુખ્યાત બુટલેગર યુવરાજ સાથે દારૂની ખેપ મારતા પકડાઈ હતી તેને આજે પ્રોહિબિશન કેસમાં રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે,પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે,રાજસ્થાનથી નીતા ચૌધરી દારૂનો જથ્થો લાવી હતી.
કારમાંથી મળ્યો હતો દારૂનો જથ્થો
પોલીસે ફરાર બુટલેગર યુવરાજસિંહને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.તે દરમિયાન યુવરાજસિંહ તેની કારમાં દારૂ સાથે ઝડપાયો હતો,પોલીસને જોતા તેણે તેની કાર પોલીસ પર ચઢાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો,સમગ્ર ઘટનામાં પોલીસે કાર ચેક કરતા તેમાંથી દારૂ મળી આવ્યો હતો અને સાથે સાથે સીઆઈડી ક્રાઈમની મહિલા કોન્સ્ટેબલ નિતા ચૌધરી પણ તેની સાથે હતી,તો પોલીસે કોન્સ્ટેબલ મહિલા અને બુટલેગર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી હતી.
નીતા ચૌધરી ક્યાંથી, કેવી રીતે પકડાઈ?
રવિવારે રાત્રે ભચાઉ પોલીસને બાતમી મળી હતી કે ભચાઉ નજીક સફેદ રંગની થાર કારમાં કેટલાક લોકો દારૂની હેરાફેરી કરી રહ્યા છે, માહિતી મળતા ટીમ એક્ટિવ થઈ અને શહેરના ચોપડવા પાસે સફેદ રંગનો થાર જોવા મળી હતી જેમાં બુટલેગર યુવરાજ સિંહ સાથે નીતા ચૌધરી બેઠી હતી અને તે દારુ પી રહી હતી. પોલીસકર્મીઓ કારની નજીક પહોંચ્યા કે તરત જ ચાલકે તેમને કચડવાના પ્રયાસમાં થાર ભાગવી મૂકી હતી પરંતુ પોલીસકર્મીઓએ કોઈક રીતે પોતાનો બચાવ કર્યો હતો અને પછી ડ્રાઈવરે તેજ ગતિએ થાર કાર ભગાડી હતી.
કારની અંદરથી મળી હતી દારૂની બોટલો
ધરપકડ કરાયેલ મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી છે, જે પૂર્વ કચ્છના ગાંધીધામમાં CID ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં તૈનાત છે. પોલીસે થાર કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી છે. મહિલા કોન્સ્ટેબલ સાથે ઝડપાયેલા દારૂની હેરાફેરી સામે 16 થી વધુ ગુના નોંધાયા છે. હિસ્ટ્રીશીટર દારૂની હેરાફેરી કરનાર સામે હત્યાના પ્રયાસ જેવા ગુના પણ નોંધાયેલા છે. ભચાઉ ડિવિઝનના ડીવાયએસપી સાગર સાંબડાએ જણાવ્યું હતું કે આ કેસમાં થાર કાર અને તેમાં રાખવામાં આવેલ દારૂ બંને જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે બંને ગુનેગારોની ધરપકડ કરી છે. બંને સામે પોલીસકર્મીઓની હત્યાના પ્રયાસ સહિત ગેરકાયદેસર દારૂની હેરાફેરીની કલમો નોંધવામાં આવી છે.









