વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસીય પ્રવાસમાં આજે નવસારીની મુલાકાતે છે. આજે 8 માર્ચ વિશ્વ મહિલા દિવસ પર પીએમ મોદી નવસારીમાં લખપતિ દીદીના કાર્યક્રમમાં 2.5 લાખથી વધુ બહેનોને સહાયની ભેટ આપી. પીએમ મોદીએ લખપતિ દીદીના કાર્યક્રમ દરમિયાન સંબોધનના આરંભમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીમંત્રી સી.આર.પાટીલ મંચ ઉપસ્થિત મહેમાનોને આવકાર્યા તેમજ લખપતિદીદી અને મોટી સંખ્યામાં આવેલ મારી માતા, બહેનો અને દીકરીઓને મહિલાઓ દિવસની શુભકામના આપી પ્રણામ કર્યા.
માતૃશક્તિના મહાકુંભમાં માતાના આર્શીવાદ
થોડા દિવસ પહેલા મહાકુંભમાં મા ગંગાના આર્શીવાદ મળ્યા.આજે માતૃશક્તિના મહાકુંભમાં માતાના આર્શીવાદ મળ્યા. અને આજે માતૃશક્તિના આ મહાકુંભમાં તમામ માતાઓ અને બહેનોના આર્શીવાદ મળ્યા. આજે વિશ્વ મહિલા દિવસ અને ગુજરાત મારી માતૃભૂમિ અને આટલી મોટી સંખ્યામાં બહેનો હાજરી થઈ છે તે તમામને હું શીશ નમાવી નમન કરું છું.
દેશની તમામ માતાઓ અને બહેનોને મહિલા દિવસની શુભકામના આપું છું. આજે ગુજરાત સફળ અને ગુજરાત મૈત્રી એ બે યોજનાનો શુભારંભ થયો છે. અનેક યોજાનાઓ રૂપિયા મહિલાઓના બેંક ખાતામાં સીધા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આના માટે હું તમામને શુભેચ્છા આપું છુ.આજનો દિવસ મહિલાઓને સમર્પિત છે. આજનો દિવસ આપણા માટે મહિલાઓ પાસેથી પ્રેરણા પ્રાપ્ત કરવાનો દિવસ છે. આજના પવિત્ર દિવસ પર હું તમામનો આભાર પ્રગટ કરું છુ.
હું દુનિયાનો ધનવાન વ્યક્તિ
આજે હુ ગર્વથી કહી શકું છું કે હું દુનિયાનો ધનવાન વ્યક્તિ છું. હું જાણું છું કે અનેક લોકોના કાન ઊભા થઈ જશે પરંતુ હું તો પણ ફરી કહીશ કે હું દુનિયાનો સૌથી ધનવાન વ્યક્તિ છું. મારા જીવનના એકાઉન્ટમાં તમામ માતાઓ અને બહેનોના આર્શીવાદ છે અન આ આર્શીવાદ નિરંતર વધતા રહે છે અને એટલે જ હું દુનિયાનો સૌથી ધનવાન વ્યક્તિ છું. તેમનો પ્રેમ અને આર્શીવાદ મારા માટે સુરક્ષા કવચ છે. આપણે ત્યાં નારીને નારાયણી કહેવાય છે. નારીનું સન્માન એ જ દેશ અને વિકાસની પ્રથમ પગથિયું હોય છે. વિકસિત ભારત બનાવવા અને ભારતના તેજ વિકાસ માટે વુમન ડેવલપેન્ટ તરફ આગળ વધી રહ્યું છે.
મહિલાઓને વિકાસમાં હમેશા સાથ
અમારી સરકાર મહિલાઓ સન્માન અને સુવિધા મળે તે માટે હંરહંમેશ પ્રયાસ કરે છે. મહિલાઓ માટે શૈચાલય બનાવવ્યા. આ મહિલાઓ કહે છે મોદી એ અમને સન્માન આપ્યું છુ. અમે ઉજ્જવલા સિલિન્ડર આપી તેમને ચૂલાના ધુમાડાથી દૂર કર્યા.મહિલાઓને પ્રસૂતી દરમિયાન ફક્ત 12 અઠવાડિયાની રજા મળતી હતી તેને હવે 26 અઠવાડિયા રજા મંજૂર કરી. ત્રણ તલાક મહિલાઓ વર્ષો સુધી માગ કરતી હતી તે મુસ્લિમ બહેનોનું જીવન બરબાદ થતા બચાવ્યું. ન્યાયપાલિકાઓમાં મહિલાઓને સારી ભાગીદારી રહી છે. 2021 બાદ સસંદમાં મહિલાઓની સંખ્યા વધી. ત્રણ તલાક મહિલાઓ વર્ષો સુધી માગ કરતી હતી તે મુસ્લિમ બહેનોનું જીવન બરબાદ થતા બચાવ્યું. જમ્મુ કાશ્મીરની પ્રજાને ન્યાય મળ્યો.
ગુજરાતના વિકાસની ચર્ચા
ગુજરાતના અમૂલની દેશભરમાં ચર્ચા છે. તેમજ લિજ્જત પાપડની શરૂઆત ગુજરાતથી થઈ. અને ગુજરાતમાં ભૂજમાં ભૂકંપ બાદ બેઠું થઈ લોકોને આત્મનિર્ભર થવાની ઓળખ ઉભી કરી.નીતિ જ્યારે સાચી હોય ત્યારે નારીનું સામર્થ્ય કેવી રીતે વધી છે તે ગુજરાતે બતાવ્યું છે. ડેરી સાથે જોડાયેલ મહિલાઓના ખાતામાં સીધા પૈસા જાય છે. ડેરીમાં કામ કરતી મહિલાઓના પૈસા ભાઈઓને નહીં પણ બહેનનોને જ મળશે.
પાણી સંગ્રહ કરવાની કરી અપીલ
બાળકને શાળામાં દાખલ કરે ત્યારે પહેલા પિતાનું નામ જ હતું પરંતુ 2014 પછી શાળામાં માતાનું નામ પણ લખાય છે. 2014 બાદ જલ, જીવન મિશન દ્વારા ભારતના પ્રત્યેક ગામડામાં પાણી પંહોચ્યું છે. છેલ્લા કેટલાક સમયમાં 15 કરોડો જેટલા ઘરોને પાઈપથી પાણી મળ્યું છે. ગુજરાતનું પાણી સમિતિ મોડલ દેશે પણ અપનાવ્યું છે. પાણી સમિતિ મોડલ દેશના પાણીની સમસ્યાનું સમાધાન કરે છે. બુંદ બુંદ પાણીનો પકડો એટલે કે જ્યાં વરસાદનું પાણી પડે તેને વ્યર્થ ના જવા દેવો. પાણીનો યોગ્ય સંગ્રહ કરવો જોઈએ જેથી આગામી સમયમાં પાણીને લઈને વધતી મુશ્કેલીની સંભાવના જોતા પાણીનો સંગ્રહ કરવાની અપીલ કરી. નવસારીની બહેનોએ પાણી સંરક્ષણ મામલે સારું કામ કર્યું છે. વરસાદના પાણીને બચાવવા નવસારીના લોકો તળાવ, બોરવેલ જેવા પાંચ હજારથી વધુ નિર્માણ કાર્ય કર્યા છે. એક જિલ્લામાં જળ સંરક્ષણ પાયે બહું મોટુ કામ કહેવાય. દીકરો ઘરે આવે અને માતાનું મોં મલકાય તેમ આજે અંહી ઉપસ્થિત રહેલ તમામ માતાઓ વધુ આનંદિત જોવા મળી રહી છે.
તમે જ્યારે મને પ્રધાન સેવક તરીકે દિલ્હી મોકલ્યા અને એ જ પ્રતિબ્ધતા સાથે હું તમારી સેવામાં આગળ વધતો રહીશ.અમે સૌથી પહેલુ બિલ નારીને ન્યાય અપાવવા કર્યું. સંસદનું નવુ ભવન બન્યું તેમાં પહેલા કાયદો મહિલાઓ માટે પસાર કર્યો.
ભારતના વિકાસમાં ગ્રામીણ વિકાસની મહિલાઓનું યોગદાન
ગાંધીજી કહે છે કે દેશના આત્મા ભારતના ગામડામાં વસે છે અને તેમના આ ઉક્તિમાં હું વધુ એક જોડું છું કે ભારતનો આત્મા ગ્રામીણ મહિલાઓના હાથમાં છે. આજે ભારત વિશ્વની પાંચમી મહાશક્તિ બની છે તેમાં ગ્રામીણ મહિલાઓની ભૂમિકા વધુ મહ્તવની છે. દેશને મોટાભાગની મહિલાઓ સ્વસહાય જૂથ ચલાવી રહી છે. અમે કરોડો મહિલાઓને સશક્ત કરવા બેટી બચાવો, સખી યોજના અને કુંવરબાઈનું મામેરું જેવી મહિલાઓ માટે યોજના અને લખપતિ દીદી જેવી યોજનાનો યોગદાન. લખપતિ દીદી યોજના હેઠળ 1 કરોડ મહિલાઓ લખપતિદીદી છે અને આગામી પાંચ વર્ષમાં 3 કરોડ મહિલાઓન લખપતિદીદી બનાવવાનો સંકલ્પ કર્યો છે. પરંતુ જે રીતે બહેનો કામ કરી રહી છે તે જોતા લાગે છે કે પાંચ પહેલા જ આ સંકલ્પ પૂરો થશે. મહિલાઓ પોતાના કામમાં બીજી બહેનનો પણ સાથે સાંકળે છે. ્
સ્વસહાયતા જૂથમાં બહેનોનો વિકાસ
મને વિશ્વાસ છે કે જે કામમાં માતા અને બહેનો હાથ લગાવે છે તેને વધુ સફળતા મળે છે. સ્વસહાયતા જૂથમાં કામ કરતી બહેનો માટે અમારી સરાકરે બજેટમાં વધારો કર્યોછે. આ જૂથ સાથે સંકળાયેલ વગર ગેરંટીએ 20 લાખ સુધીની સહાય મળે છે. આજે દેશની નારી શક્તિ તમામની આશંકાઓને પરાસ્ત કરીને આગળ વધી રહી છે. અમે જ્યારે ડ્રોનની યોજના શરૂ કરી ત્યારે કેટલાક લોકોને આશંકા હતી કે ગ્રામીણ બહેનો અને ડ્રોનનો મેળ કેવી રીતે બેસશે. આજે નમો ડ્રોન યોજના હેઠળ ગામડામાં ક્રાંતિ થઈ રહી છે. મહિલાઓ આ યોજના હેઠળ નવો વિકાસ કરતાં ઘર અને ગામને સન્માન અપાવી રહી છે. વીમા સખી અને લખપતિ દીદી જેવી યોજનાએ મહિલાઓને આગળ વધવા અને આવક વધારવા નવા અવસર આપ્યા.
મહિલાઓને ન્યાય
મહિલાઓ પર થતા અપરાધમાં તારીખ પર તારીખનો સમય થતો. બળાત્કાર જેવા કેસમાં 60 દિવસની અંદર તેમજ 45 દિવસની અંદર એફઆઈર દાખલ કરાય તેવી નવા કાનૂનમાં જોગવાઈ. નવા કાનૂન મુજબ ક્યાંયથી પણ ઈ-એફઆઈર કરી શકાશે. કોઈપણ મહિલા પોતાના પર અત્યાચાર થવા પર કોઈપણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી શકે છે. હવે રેપ વિકટીમનું નિવેદન લેવા પોલીસ ઓડીયઓ અને વિડીયોના માધ્યમથી ફરિયાદ લઈ શકે છે. હવે રેપના રીપોર્ટ માટે તત્કાલ મેડીકલ રિપોર્ટ કરવાની અપીલ કરાઈ છે. ગત વર્ષે સુરતમાં ઓક્ટોબરમાં મહિલા પર ગેંગરેપ થયો તેમાં ફક્ત 15 દિવસની આરોપ નક્કી થયા અને કેટલાક દિવસ પહેલા જ આરોપીની સજા આપી.
ભારતીય ન્યાયસંહિતા મુજબ દેશભરમાં મહિલાઓ અને ખાસ પર રેપ જેવા કિસ્સામાં ન્યાયિક પ્રક્રિયા જલદી હાથ ધરવામાં આવી છે. ઉત્તરપ્રદેશમાં 80 દિવસની અંદર જ બળાત્કારના આરોપીને સજા સંભળાવામાં આવી.
તમારા સપનાના રસ્તામાં કોઈ અડચણ નહીં આવે
સરકારના મુખ્યા રુપે તમારા સેવર તરીકે તમને વિશ્વાસ અપાવું છું કે તમારા સપનાના રસ્તામાં કોઈ અડચણ નહીં આવે. એક પુત્ર જે રીતે માતાની સેવા કરે તે જ ભાવથી હું ભારત માતા અને તમારી સેવા કરું છું. મને વિશ્વાસ છે કે તમારા આર્શીવાદ મને હંમેશા મળશે. આ સાથે વડાપ્રધાન નરેન્દ્રમોદીએ પોતાનું સંબોધન પૂર્ણ કરતા સમારોહમાં હાજર તમામ માતા અને દીકરીઓને ફરી એકવાર વિશ્વ મહિલા દિવસની શુભકામના આપી. અને અંતમાં તેમણે કહ્યું કે આજે નારીનો અવાજ બહુ ઊંચો હોવા જોઈએ. અને દરેક મહિલાઓ મારી સાથે બોલો 'ભારત માતા કી જય', 'ભારત માતા કી જય' અને 'વંદેમાતરમ'કહી બહેનોને પ્રેરણા આપવા સાથે પોતાનું સંબોધન પૂર્ણ કર્યું.









