• ગાંધીનગરમાં વિશાળ સ્ક્રીન પર લાઈવ મેચ

  • સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં કરાશે વ્યવસ્થા
  • ગાર્ડનમાં મોટી સંખ્યામાં લોકો ટીમ ઈન્ડિયાને ચીયર કરી શકશે

અમદાવાદમાં આવતીકાલે ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ફાઈનલની મેચ યોજાનાર છે. જેને લઈને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વિવિધ સુરક્ષા એજન્સીઓ પણ અલર્ટ મોડ પર છે અને તેમની સુરક્ષા પર સતત ચાંપતી નજર છે. ત્યારે ગુજરાતની જનતામાં આ મેચને લઈને ક્રિકેટિંગ ફિવર હાઈ પર છે. કંઈંક આવી જ સ્થિતિ ગાંધીનગરમાં પણ છે.

ગાંધીનગરની જનતામાં પણ ક્રિકેટ વર્લ્ડકપની ફાઈનલ મેચને લઈને એક ફિવર તેના હાઈ પર છે. લોકો અતિ રોમાંચિત છે અને ભારતને 1983 અને 2011 બાદ વધુ એકવાર રોહિતની આગેવાની હેઠળ રહેલી ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપની ટ્રોફીને હાથમાં લઈને જોવા માટે તલપાપડ છે. ત્યારે ગાંધીનગરના રહીશો, જનતા તેમજ સ્થાનિકોની આ લાગણીને ધ્યાને રાખીને ગાંધીનગર મહાનગરપાલિકા તંત્ર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

[[$googlead]]

ગાંધીનગર મનપા દ્વારા રાજકોટ મનપાની જ તર્જ પર મેચનું વિશાળ એલઈડી સ્ક્રીન પર લાઈવ ટેલિકાસ્ટ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનો લાભ ગાંધીનગર શહેરની અને આસપાસના વિસ્તારની જાહેર જનતા લઈ શકશે. તેના માટે ગાંધીનગર સિટીના વિધાનસભા અને મહાત્મા મંદિરની વચ્ચે આવેલા સેંટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે ફાઈનલ મેચ જોવાનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં ગાર્ડનમાં લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈને મેચ જોઈ શકે અને ટીમ ઈન્ડિયાને ચીયર કરી શકે તે માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

[[$alsoread]]

મહત્વનું છે કે આવી જ વ્યવસ્થા રાજકોટ મનપા દ્વારા પણ કરવામાં આવી છે. રાજકોટ મનપા દ્વારા રેસકોર્સ પાસે માધવરાવ સિંધિયા ગ્રાઉન્ડમાં રાજકોટિયન્સ માટે ખાસ વિશાળ સ્ક્રીન લગાવવામાં આવશે. અહીં મેચનું લાઈવ ટેલિકાસ્ટ 80*30 ની વિશાળ સ્ક્રીન પર કરવામાં આવશે, જેથી લાઈવ ટેલિકાસ્ટ જોઈ રાજકોટિયન્સ ટીમ ઈન્ડિયાને ચીયર કરી શકે. આમ આ બંને શહેરોની જનતા માટે મનપા તંત્ર દ્વારા આ એક મોટી ભેટ સમાન ઘટના છે.


  • Follow us on: