• ઓસ્ટ્રેલિયાની ટીમ પાંચ વખત વર્લ્ડ ચેમ્પિયન બની છે
  • ભારતીય ટીમ બે વખત વર્લ્ડ ચેમ્પિયન બની છે
  • મેચ જોવા માટે 100થી વધુ VVIP પહોંચ્યા છે

આજે ભારત અને ઓસ્ટ્રેલિયા ફાઇનલ મેચ છે. જેના માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તમામ તૈયારીઓ અને સુરક્ષા વચ્ચે મેચ રમાઈ રહી છે. આ માટે ભારત વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે પ્રબળ દાવેદાર છે. વર્લ્ડકપમાં ભારતે સતત 10 મેચ જીતી છે. ફાઇનલ મેચ જોવા માટે 100થી વધુ વીવીઆઇપી મેચ જોવા માટે પહોંચ્યા છે. આ મહામુકાબલાને જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ રાત્રે 9.30 વાગ્યા સુધીમાં સ્ટેડિયમ પહોંચશે.  

Live Update : 

[[$googlead]]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. જેમના સ્વાગ્ત માટે CM ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા છે.સી.આર.પાટીલ, મેયર પહોંચ્યા અમદાવાદ એરપોર્ટ પર હાજર છે. તેમજ PMના સ્વાગત માટે પહોંચ્યા અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. 

[[$alsoread]]

કે.એલ. રાહુલની પત્ની અથિયા શેટ્ટી, રિતીકા, જાડેજાની પત્ની રિવાબા જાડેજા, પ્રિતિ, ઇરફાન પઠાણ સહિતના સ્ટાર નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યા છે.

અમેરિકાના રાજદૂત એરિક ગારસેટી પણ મેચ જોવા અમદાવાદ પહોંચ્યા છે. ત્યારે તેમણે જણાવ્યું કે, નમસ્તે ઈન્ડિયા, ઈન્ડિયાની ટીમ બેસ્ટ છે અને હું તેને ચિયર્સ કરવા આવ્યો છું. ગો... ઈન્ડિયા...ગો...

આ સિવાય બોલિવૂડ ફિલ્મી ગીતના સ્ટાર આશા ભોંસલે પણ પહોંચ્યા હતા. 

બીજી તરફ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર એરન ફિંચ, રિકી પોન્ટિંગ, મેથ્યુ હેડન અને શેન વોટ્સનનું આગમન થયું હતું.

તમામ VVIP લોકોનું એરપોર્ટ પર ભવ્ય રીતે ગરબા અને ઢોલ વગાડી સ્વાગત કરાયું હતું.

 શાહરૂખ ખાન પરિવાર સાથે, અજય દેવગણ, અનિલ કપૂર અને અજય પિરામલ મેચ જોવા એરપોર્ટથી કારમાં બેસી સ્ટેડિયમ પહોંચ્યા છે. દીપિકા પાદુકોણ અને રણવીરસિંહ સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાને ચિયરઅપ કરતા જોવા મળી રહ્યા છે.

આ સિવાય બોલિવૂડ ફિલ્મી ગીતના સ્ટાર આશા ભોંસલે પણ પહોંચ્યા હતા. અમિત શાહે મેચ દરમિયાન લોકોનું અભિવાદન ઝીલ્યું 

આ તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એસકોર્ટ કાફલો એરપોર્ટ પર પહોંચ્યો છે

મેચ જોવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સ્ટેડિયમ પર પહોંચ્યા તેમજ BCCI ના સેક્રેટરી જય શાહ પણ સ્ટેડિયમ પર પહોંચ્યા છે. 

મેચ પહેલા સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા એર - શોની શરૂઆત કરવામાં આવી છે. જેના માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર એર - શો શરૂ થયો છે. 

ભારતીય સ્પોર્ટ્સ મિનિસ્ટર અનુરાગ ઠાકુર પણ ફાઈનલ જોવા માટે અમદાવાદ પહોંચ્યા છે. આ દરમિયાન તેમણે કહ્યું કે, આજે મોટી સંખ્યામાં લોકો બ્લુ જર્સીમાં ભારતને સપોર્ટ કરવા માટે આવ્યાં છે તે જોઈને ખુશી થઈ રહી છે. ભારતીય ટીમને આજની મેચને લઈને ખુબ ખુબ શુભકામનાઓ.


આ ઉપરાંત મેચ જોવા માટે આશા ભોંસલે, દીપિકા અને રણવીરસિંહ પણ​​​​​​ સ્ટેડિયમ પહોંચી રહ્યા છે. 

 ભારતીય ટીમ વર્લ્ડ કપ ફાઈનલ માટે સ્ટેડિયમ પહોંચી છે. ત્યારે સ્ટેડિયમની બહાર ભારે ભીડ જોવા મળી રહી છે. મેચ માટે મોટી સંખ્યામાં દર્શકો સ્ટેડિયમ પર પહોંચ્યા છે. 

આ તરફ ઓસ્ટ્રેલિયાની ટીમ હોટલથી ફાઈનલ મેચ માટે સ્ટેડિયમ પર પહોંચી છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીમ ઈન્ડિયાને શુભેચ્છા પાઠવી છે. જેમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 140 કરોડ જનતા તમારા માટે ચીયર કરી રહી છે. 

 

મુંબઈથી રણવીર અને દિપીકા પાદુકોણ મેચ જોવા માટે અમદાવાદ રવાના થયા છે. એરપોર્ટ પર બંને સ્પોર્ટ થયા છે. 


આ સાથે જ ટીમ ઓસ્ટ્રેલિયા પણ હોટલ તાજથી સ્ટેડિયમ માટે રવાના થઈ છે. 

ટીમ ઈન્ડિયા હોટેલથી સ્ટેડિયમ માટે રવાના થઈ છે. મોટી સંખ્યામાં પ્રશંસકો હોટલની બહાર પણ ટીમ ઈન્ડિયાનો ઉત્સાહ વધારવા માટે એકત્ર થયા છે.

આ પહેલાં અનુષ્કા શર્મા, આથિયા શેટ્ટી સ્ટેડિયમ જવા રવાના થયા છે. આ ઉપરાંત રિવાબા, અજીત અગરકર સ્ટેડિયમ જવા રવાના થયા છે. 


ભાજપ સાંસદ તેજસ્વી સૂર્યા અમદાવાદ પહોંચ્યા છે. જેના સાથે જ એરપોર્ટ પર ટીમ ઇન્ડિયાને શુભેચ્છા પાઠવી છે. આ સાથે જ તેમણે કહ્યું કે, "ભારતની જીત બાદ યુવા મોરચો યોજશે રેલી'. 

મોટી સંખ્યામાં દર્શકો મેચ જોવા માટે પહોંચી રહ્યા છે. જેની સાથે જ સ્ટેડિયમની બહાર માત્ર બ્લ્યૂ જર્સીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મોટી સંખ્યામાં ટીમ ઈન્ડિયાને સ્પોર્ટ કરવા માટે લોકો પહોંચી રહ્યા છે. 


આજના મહામુકાબલા માટે દર્શકોને પ્રવેશ આપવાની શરૂઆત થઈ છે. જેમાં લોકોને તમામ ચેકિંગ બાદ જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આ માટે એન્ટ્રી ગેટ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. 

PM નું સાંજે 5 વાગ્યે એરપોર્ટ પર આગમન થશે અને એરપોર્ટથી સીધા રાજભવન જશે. તેમજ રાજભવનથી અનૂકુળતાએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા માટે જશે. જે પછી રાજભવનમાં રાત્રી રોકાણ કરશે. અને આવતીકાલે સવારે અમદાવાદથી રવાના થશે.

મુંબઈથી આવેલા એક ક્રિકેટરસિકે ઈન્ડિયન ટીમ અને તિરંગાથી આખી કાર પ્રિન્ટ કરાવી હતી. આ કાર ઉપર વર્લ્ડ કપની ટ્રોફી પણ મૂકવામાં આવી છે. આ કાર રસ્તા પર નિકળતા લોકોમાં આકર્ષણ કેન્દ્ર બની હતી.


આ ઉપરાંત મેચ જોવા માટે લક્ષ્મી મિત્તલ અમદાવાદ પહોંચ્યા છે

આજે સવારના 10 વાગ્યાથી લોકોને ધીમે-ધીમે સ્ટેડિયમમાં પ્રવેશ આપવાની શરૂઆત કરી દેવામાં આવશે. સુરક્ષા અને વ્યવસ્થાના ભાગરૂપે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સ્ટેડિયમની અંદર અને બહાર ગોઠવવામાં આવ્યો છે. કડક બંદોબસ્ત વચ્ચેથી સ્ટેડિયમમાં જે પણ લોકો મેચ જોવા માટે આવી રહ્યા છે, તેઓને માત્ર પર્સ, મોબાઈલ અને ચાવી આટલી જ ચીજવસ્તુઓ લઈને પ્રવેશ આપવામાં આવશે.

મેચ જોવા માટે સેલિબ્રિટીઓ અમદાવાદ પહોંચવાના શરૂ થયા છે. જેમાં 1983 ના વિશ્વ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવ અમદાવાદ પહોંચ્યા છે. તેમજ અભિનેત્રી ઉર્વસી રૌતેલા મેચ જોવા આવ્યા છે. 

પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર મેચ જોવા માટે અમદાવાદ પહોંચ્યા છે. જેની સાથે જ તેમને ટીમ ઈન્ડિયાને જીત માટેની શુભેચ્છા પાઠવી છે. તેમજ સચિને કહ્યું- આજે આપણે જ ટ્રોફી ઉઠાવીશું.

રાજકીય નેતાઓથી લઈ ફિલ્મ સ્ટાર પહોંચશે

મેચ દરમિયાન આઠ રાજ્યના મુખ્યમંત્રી અને ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસ પણ આ ભવ્ય કાર્યક્રમમાં સામેલ થઇ શકે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણીના પરિવાર મેચમાં હાજર રહેવાની શક્યતા છે. આ સિવાય અમિતાભ બચ્ચન, રજનીકાંત, કમલ હાસન, મોહનલાલ, વેંકટેશ, નાગાર્જુન, રામચરણ હાજર રહી શકે છે. વર્લ્ડકપ ફાઇનલ મેચને જોવા માટે સચિન તેંડુલકર, મહેન્દ્રસિંહ ધોની, યુવરાજ સિંહ, હાર્દિક પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ, વિરેન્દ્ર સેહવાગ, સૌરવ ગાંગુલી, કપિલ દેવ, હાજર રહી શકે છે.

વર્લ્ડ કપ ફાઈનલ મેચ જોવા વડાપ્રધાન સહિતના અનેક મહાનુભાવો આવવાના હોવાથી મોદી સ્ટેડીયમની અંદર - બહાર ઉપરાંત ટ્રાફિકનો ત્રિપાંખિયો બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. સ્ટેડીયમની અંદર સુરક્ષા એજન્સીઓ અને પોલીસના 6 હજાર જવાનોનો બંદોબસ્ત ગોઠવાયો છે. અમદાવાદના હજારો પોલીસ જવાનો ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ, એટીએસ, એનડીઆરએફ, આર.એ.એફ. અને એસ આર પી સહિતની સુરક્ષા એજન્સીઓનીનો બંદોબસ્ત ગોઠવાયો છે.

શું છે સમગ્ર કાર્યક્રમ

તેમજ ફાઈનલમાં સેરેમનીની શરુઆત ‘સેલ્યુટ ફ્રોમ સ્કાય’ IAF સૂર્યકિરણ એરોબિક ટીમનો શો હશે. પહેલીવાર એકસાથે 9 હોક્સ ઉડાન ભરશે અને વર્ટિકલ એરોબિક શો પ્રદર્શિત કરશે. આ પર્ફોરમન્સ 12.30 વાગ્યે 10 મિનિટ માટે થશે. આ એર શોને વિંગ કમાન્ડર સિદેશ કાર્તિક દ્વારા લીડ કરવામાં આવશે. આ એર શો દ્વારા ન્યૂ ઇન્ડિયાને સલામી અપાશે. સાંજના 5.30 વાગ્યે 15 મિનિટ માટેનું એક પર્ફોમન્સ યોજાશે. આ દિવસે એક હિસ્ટોરિક ઈવેન્ટ બનશે. પહેલીવાર વર્લ્ડકપના ફાઈનલ મેચના દિવસે વર્લ્ડકપ વિનિંગ કેપ્ટનને સન્માનિત કરવામાં આવશે. નમો સ્ટેડિયમમાં BCCI દ્વારા આ તમામ કપ્તાનોનું સન્માન કરવામાં આવશે.

મહત્વનું છે કે આ મેચમાં બોલિવૂડનો લોકપ્રિય ગાયક પ્રિતમ પોતાના 500 સિંગર્સ અને ડાન્સર્સની ટીમ સાથે થીમ જશ્ન પર લાઈવ પરફોર્મ કરશે. સ્ટેડિયમમાં દર્શકોને અદ્દભૂત અનુભવ આપવા પ્રિતમ અને તેની સાથે ગાયકોની ટીમ ફિલ્ડની આસપાસ 360 લેપ ફરતે પરફોર્મ કરશે. આ દરમિયાન દેવા દેવા, કેસરીયા, લેહરા દો, જીતેગા જીતેગા, નગાડા નગાડા, ધુમ મચાલે, દંગલ અને થીમ સોંગ દિલ જશ્ન જશ્ન બોલે પર પરફોર્મન્સ ચાલશે. બીજી ઈનિગ્સના ડ્રિન્ક્સ બ્રેક દરમિયાન 90 સેકન્ડનો આકર્ષક લાઈટ અને લેઝર શો થશે. આ ઉપરાંત લાઈટ અને લેઝર શો દરમિયાન સ્ટેડિયમની છત રંગબેરંગી દેખાશે. મેચના અંતે 1200 ડ્રોનની મદદથી મનમોહક ડ્રોન શો યોજાશે. જેના પછી આતશબાજીની સાથે ડ્રોનની મદદથી ટ્રોફી અને ચેમ્પિયન ટીમનું નામ પણ દર્શાવાશે.

  • Follow us on: