• પ્રોહિબિશનના કેસમાં ત્રણ ઈસમની ધરપકડ, અન્ય સાતને વોન્ટેડ જાહેર કરાયા

  • સાત ઈસમને વોન્ટેડ જાહેર કરી પારડી પોલીસ મથકે પ્રોહી એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી
  • વાપી ટાઉન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી. ત્યારે તેને ખાનગી રાહે બાતમી મળી

વાપી ટાઉન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી. ત્યારે તેને ખાનગી રાહે બાતમી મળી હતી કે, સ્કોડા વોક્સ વેગન ટેગુ ગાડી નં. જીજે-05-આરપી-8525માં પ્રોહી. જથ્થો ભરીને જનાર છે. જે બાતમીને આધારે બલીઠા વેસ્ટર્ન હોટલ પાસે ને.હા.નં. 48 ઉપર વોચ રાખવામાં આવી હતી. દરમિયાનમાં બાતમીવાળી ગાડી આવતા ઉભી રાખી તપાસ કરાતા તેમાંથી દારૂ બાટલી નંગ 420 (કિંમત રૂા. 1,03,200) મળી આવતા પોલીસે ગાડી (કિંમત રૂા. 2 લાખ) તથા એક મોબાઈલ ફોન (કિંમત રૂા. 5000) મળી કુલ રૂા. 3,08,200નો મુદમાલ જપ્ત કર્યો હતો. આ સાથે જ ચાલક પ્રજ્ઞેશ ભાઈ ઉર્ફે પીન્ટુ મહેશભાઈ માહ્યાવંશી (રહે. સલવાવ, નવીનગરી, વાપી)ને પકડી પાડી પ્રોહી જથ્થો ભરાવનાર પ્રમોદભાઈ માધવભાઈ ટંડેલ (રહે. દમણ, માછીવાડ) અને મંગાવનાર કલ્પેશ ઉર્ફે કલ્પો ઉર્ફે રૂપેશ (રહે. ગણદેવી, જી. નવસારી)ને વોન્ટેડ જાહેર કરાયા હતા.

જ્યારે પ્રોહી અંગેના બીજા બનાવમાં એલ.સી.બી. વલસાડની ટીમ પારડીના પલસાણામાં વોચમાં હતી, ત્યારે બાતમીવાળી સ્વીફ્ટ ગાડી નં. જીજે-15-સીએચ-7615 આવતા તેને અટકાવી તપાસ કરાતા ગાડીમાંથી દારૂની બાટલીઓ નં. 1379 (કિંમત રૂા. 1,08,850) મળી આવી હતી. આ સાથે જ એલસીબીએ નિલેશ ઉર્ફે નિલીયો ગુંડો જગુભાઈ ધો. પટેલ (રહે. પારનેરા તા. જી. વલસાડ) તથા દિક્ષીત ઉર્ફે તેજશ યોગેશભાઈ કો. પટલ (રહે. પારડી કોટલાવ, ભુલકા ફળિયુ)ની અટક કરી સ્વીફ્ટ કાર (કિંમત રૂા. 2 લાખ) તથા ત્રણ મોબાઈલ ફોન (કિંમત રૂા. 6 હજાર) મળી કુલ 3,14,850નો પ્રોહી મુદમાલ જપ્ત કરાયો હતો.

એલસીબીની ટીમે આ કિસ્સામાં બેની અટકાયત કરી દારૂ ભરાવનાર અને મંગાવનાર સહિત સાત ઈસમને વોન્ટેડ જાહેર કરી પારડી પોલીસ મથકે પ્રોહી એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી હતી.


  • Follow us on: