અંકલેશ્વરના રામકુંડ સ્થિત ક્ષીપ્રા ગણેશ મંદિરના પાટોત્સવ નિમિત્તે ગણેશ યાગ યોજાયો હતો જેમાં મહેમાનો તેમજ આસપાસના સ્થાનિકોએ લાભ લીધો હતો અને ભોજનનું આયોજન પણ કરવામાં આવ્યું હતુ,અંકલેશ્વર હાંસોટ રોડ પર આ ક્ષીપ્રા ગણેશ મંદિર આવેલું છે અને ક્ષીપ્રા ગણેશ મંદિરનો દર વર્ષે યોજાય છે પાટોત્સવ.
ભકતોએ કર્યા દર્શન
અંકલેશ્વર હાસોટરોડ પર આવેલ અતિ પૌરાણિક રામકુંડ સ્થિત ક્ષીપ્રા ગણેશ મંદિરના બારમા પાટોત્સવ તેમજ નર્મદા માતાજીના મંદિરના સાતમા પાટોત્સવની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે ગણેશ પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર દુંદાળા દેવની આરાધના કરવામાં આવી હતી. આ ધાર્મિક કાર્યક્રમનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી.










