- આયુર્વેદ ફેર વન હેલ્થ અને હર દિન હર કિસીકે લીયે આયુર્વેદ અભિયાન હેઠળ
- આ કાર્યક્રમ અંતર્ગત આયુર્વેદ પ્રદર્શની સહિત કાર્યક્રમ યોજાયો હતો
- મહેમાનોને પુષ્પ ગુચ્છ અને આયુષ કીટ અર્પણ કરી આવકારવામાં આવ્યા
આયુર્વેદ ફેર વન હેલ્થ અને હર દિન હર કિસીકે લિયે આયુર્વેદ અભિયાન હેઠળ મહેસાણા ખાતે આરોગ્ય મંત્રીની ઉપસ્થિતિમા યજ્ઞ અને ધનવંતરી પૂજન કરવામાં આવ્યું હતુ.
આ કાર્યક્રમ અંતર્ગત આયુર્વેદ પ્રદર્શની સહિત કાર્યક્રમ યોજાયો હતો. જેનો મોટી સંખ્યામા મુલાકાતીઓ એ લાભ લીધો હતો. મહેસાણા જિલ્લા પંચાયત ખાતે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ અંતર્ગત આયુર્વેદ ફેર વન હેલ્થ અને હર દિન હર કિસીકે લિયે આયુર્વેદ અભિયાન અંતર્ગત ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, નિયામક આયુષના માર્ગદર્શન હેઠળ જિલ્લા આયુર્વેદ શાખા મહેસાણા દ્વારા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ-2023ના સંદર્ભે યજ્ઞ અને ધનવંતરી પુજનનું સફ્ળતાપુર્વક આયોજન કરવામાં આવ્યુ હતુ.










