- સૌરાષ્ટ્રના ધારાસભ્યો અવાજ કરીને કામો કરાવી લે છે
- મધ્ય ગુજરાતવાળા ધારાસભ્યોએ એક થવાની જરૂર
- ધારાસભ્યના અભિવાદન સમારોહમાં પટેલ આકરા પાણીએ
વડોદરા શહેરની પાંચ બેઠકોનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. વડોદરાની 5 બેઠક પર ભાજપને જીત મળતા 5 એ ધારાસભ્યોના અભિવાદન કાર્યક્રમમાં 76 વર્ષીય ધારાસભ્ય યોગેશ પટેલે 5 એ ધારાસભ્યને એકજુટ થવા અપીલ કરી હતી. ભાજપના સમારોહમાં પ્રજાના પ્રશ્ને પાંચેય ધારાસભ્યો એકજુટ થવા યોગેશ પટેલે અપીલ કરી હતી. પટેલે કહ્યું કે, સૌરાષ્ટ્ર - કાઠિયાવાડના ધારાસભ્યો પોતાનો અવાજ રજુ કરી કામો કરાવે છે. મધ્યગુજરાત સહિતના ધારાસભ્યોને એકજુટ થઈ કામગીરી કરવા આહવાન કર્યું હતું. આપણે ટીકીટ કપાઈ જશે એમ વિચારીએ છીએ પણ આપણે એકજુટ થવું પડશે. ચૂંટાયેલી પાંખ અને સંગઠનને પણ એકજુઠ થવા અપીલ કરી હતી.
યોગેશ પટેલ પોતાના અલગ અંદાજ માટે જાણીતા છે
વડોદરાના માંજલપુરથી ધારાસભ્ય યોગેશ પટેલ પોતાના અંદાજ માટે જાણીતા છે. તેમના બેખૌફ અંદાજના ચારેતરફ વખાણ થાય છે. ત્યારે વિકાસ કામો માટે યોગેશ પટેલે પોતાનો રોષ ઠાલવ્યો હતો. એક સમારોહમાં તેમણે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના લોકો વિશે વિરોધાભાસી નિવેદન આપ્યું. તેમણે કહ્યુ હતું કે, સૌરાષ્ટ્રના ધારાસભ્યો પોતાનો અવાજ રજૂ કરી કામો કરાવી લે છે. મધ્ય ગુજરાતવાળા વિચારે છે કે સરકાર સામે બોલીશું તો ટિકિટ નહીં મળે.
હવે આપણે અવાજ ઉઠાવવો પડશે: યોગેશ પટેલ
વડોદરામાં માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. અભિવાદન સમારોહમાં યોગેશ પટેલે કહ્યું હતું કે, હવે આપણે અવાજ ઉઠાવવો પડશે. સૌરાષ્ટ્ર, કાઠિયાવાડના ધારાસભ્યો પોતાનો અવાજ રજૂ કરી કામો કરાવી લે છે. પરંતું મધ્ય ગુજરાતવાળા એવું વિચારે છે કે સરકાર સામે બોલીશું તો ટિકિટ નહિ મળે. યોગેશ પટેલે કહ્યું કે, વડોદરાના ધારાસભ્યોએ એકજૂટ થવાની જરૂર છે. મધ્ય ગુજરાતના ધારાસભ્યોને પણ એકજૂથ રહેવા અપીલ કરી હતી. તેમજ ચૂંટાયેલી પાંખ અને સંગઠનને એકજૂથ થવા અપીલ કરી હતી.









