• એસટી બસ ચાલકે બાઈકચાલકને લીધો અડફેટે 
  • અકસ્માતમાં યુવકને પહોંચી ગંભીર ઈજા 
  • ઈજાગ્રસ્ત યુવકને તબીબે મૃત જાહેર કર્યો 


સુરતના રાંદેર વિસ્તારના તાડવાડી ત્રણ રસ્તા પાસે ગત મોડી રાત્રે એસટી બસચાલકે બાઈકચાલકને અડફેટે લીધો હતો. જેમાં યુવકનું મોત નીપજ્યું છે.

એસટી બસ ચાલકે બાઈકચાલકને લીધો અડફેટે 

શહેરના રાંદેરના મોરાભાગળ સ્થિત વેરીબી વિક્ટોરીયા એપાર્ટમેન્ટમાં રહેતા સઆદત અબ્દુલ હમીદ મેસાણીયા (ઉ.વ. 45) મજુરાગેટ વિસ્તારમાં આવેલી ફાયનાન્સ કંપનીમાં કલ્સ્ટર કલાર્ક તરીકે નોકરી કરતા હતા. શનિવારે રાત્રે સઆદત મેસાણીયા નોકરી પરથી બાઈક પર ઘરે આવવા નીકળ્યો હતો. ત્યારે તાડવાડી ત્રણ રસ્તા પાસે મેઈન રોડ પર એસટી બસના ચાલકે તેને ટક્કર મારી હતી.જેને પગલે યુવકને ગંભીર ઈજા પહોંચી હતી.

અકસ્માતમાં યુવકને પહોંચી ગંભીર ઈજા

ઘટનાની જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત યુવકને સિવિલમા ખસેડવામાં આવ્યો હતો . જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. મહારાષ્ટ્ર પાસીંગની સરકારી એસટી બસે ટક્કર મારી હોવાનો આક્ષેપ સઆદત મેસાણીયાના પરિજનોએ કર્યો હતો. બનાવ અંગે રાંદેર પોલીસ તપાસે તપાસ હાથ ધરી છે


  • Follow us on: