અમદાવાદના શેલામાં હિટ એન્ડ રનમાં એક વાહનચાલકનું મોત નિપજયુ છે,ફૂડની ડિલિવરીનો ધંધો કરતો યુવક વાહન લઈને જઈ રહ્યો હતો તે દરમિયાન ફુલ સ્પીડમાં આવેલા વાહને પાછળથી ઉડાડી દીધો હતો અને હવામાં ફંગોળાઈ યુવક નીચે પટકાતા તેનું ઘટના સ્થળે મોત થયું છે.પોલીસે આસપાસના સીસીટીવીની મદદ મેળવી છે અને તપાસ હાથધરી છે.


[[$googlead]]

પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ હોસ્પિટલ ખસેડાયો

અમદાવાદના પોશ વિસ્તાર શેલામાં આજે હિટ એન્ડ રનની ઘટના બની છે જેમાં અજાણ્યો વાહનચાલક યુવાન પર કાળ બનીને તેનો જીવ લઈ ગયો છે.GJ01WS1791 નંબરની કારે ટક્કર મારી હોવાનો પરિજનોનો આક્ષેપ છે.તો હાલમાં પોલીસે આસપાસના સીસીટીવી મેળવી પોલીસ તપાસ હાથધરી છે અને મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે,પોલીસે પરિવારના સભ્યો અને આસપાસના સભ્યોના પણ નિવેદન લીધા છે.

[[$alsoread]]

હિટ એન્ડ રન કાયદો શું છે

હિટ એન્ડ રન પર કરવામાં આવેલી આ નવી જોગવાઇ છે. આ અંતર્ગત રોડ પર હિટ એન્ડ રનની ઘટના બને તો વાહન ચાલકને 10 વર્ષની સજા થશે. આ ઉપરાંત તેને દંડ પણ ભરવો પડશે. હવે નવા નિયમ મુજબ જો કોઈ કાર સાથે ટકરાય અને પોલીસ પ્રશાસનને જાણ કર્યા વગર જ ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ જાય તો તેને 10 વર્ષ સુધીની સજા થશે અને દંડ પણ ફટકારવામાં આવશે.

  • Follow us on: