• મુસ્લિમ યુવકે લગાવ્યા પાકિસ્તાન જિંદાબાદના નારા

  • ઓડિયો-વીડિયો વાયરલ થતાં પોલીસ એક્શન
  • યુવકે માફી માગી હિંદુસ્તાન જિંદાબાદનો વીડિયો વાયરલ કર્યો

વલસાડના પારનેરામાં એક મુસ્લિમ યુવકે પાકિસ્તાન જિંદાબાદના નારા સાથે એક ઓડિયો વીડિયો બનાવ્યો હતો, જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ ઘટના પછી મામલો બિચક્યો હતો અને હિન્દુ સંગઠનો દ્વારા આ યુવકની ધરપકડની માગણી કરવામાં આવી હતી. જેની ફરિયાદ નોંધાતા રૂરલ પોલીસ દ્વારા યુવકની અટકાયત કરવામાં આવી હતી.

વલસાડના પારનેરામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પારનેરા ગામના એક યુવાને સોશિયલ મીડિયામાં પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવતો વીડિયો વાયરલ કર્યો હતો. જેના પછી વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય હિન્દુ સંગઠનો આ મામલે મુસ્લિમ યુવક સાહિલની ધરપકડની માગણી સાથે રૂરલ પોલીસ સ્ટેશન બહાર ભેગા થયા હતા. જેના પછી યુવકની પોલીસે ધરપકડ કરી હતી. જો કે આ મામલે યુવકે એક વીડિયો બનાવીને માફી પણ માગી હતી. જેના પછી સાહિલે હિન્દુસ્તાન જિંદાબાદના નારા સાથે એક વીડિયો બનાવી તેને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.

સોશિયલ મીડિયામાં ઘણીવાર એવું કન્ટેન્ટ આવે છે, જેનાથી બે જૂથો વચ્ચે કોમી તંગદિલી પેદા થઈ શકે છે. આવા જ મામલામાં પારનેરાના મુસ્લિમ યુવકે પાકિસ્તાન જિંદાબાદના નારા સાથે વીડિયો બનાવ્યો હતો, જો કે આ મામલે હિન્દુ સંગઠનોને જાણ થતાં તેઓ રોષે ભરાયા હતા અને કોમી વૈમનસ્ય પેદા કરતા આવા તત્વોને પોલીસ જેલભેગા કરે એવી માગણી સાથે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનની બહાર જમા થવા લાગ્યા હતા. આ મામલો વધુ બિચકે નહીં તે પહેલાં જ પોલીસ જો કે એક્શન મોડમાં આવી ગઈ હતી અને પારનેરાના યુવકની ધરપકડ કરી લીધી હતી.

હાલના દિવસોમાં અવારનવાર આવી ઘટનાઓ સોશિયલ મીડિયામાં વાયરલ થતી હોય છે. જેનાથી ઘણા લોકોની લાગણીઓ દુભાઈ શકે છે. એટલે જરૂરી એ છે કે આવી ઘટનાઓને નિયંત્રિત કરવામાં આવે. હાલ તંત્ર દ્વારા આવી કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. જો કે આગામી દિવસોમાં ચોક્કસપણે આ મામલે એક સંવેદનશીલ ચર્ચા જરૂરથી થઈ શકે છે.


  • Follow us on: