- ડ્રગ્સના ઓવર ડોઝને કારણે મોત થયુ હોવાનું પ્રાથમિક અનુમાન
- સાચા કારણની તપાસ માટે યુવાનનો મૃતદેહ પીએમ માટે મોકલાયો
- યુવક ડ્રગ્સનું સેવન કરતો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો
શહેરના સમા ચાણક્યપૂરી વિસ્તારમાં આવેલા રાધે ક્રિષ્ણા ફ્લેટમાં યુવકનું શંકાસ્પદ મોત થતા ચકચાર મચી જવા પામ્યો છે. યુવાનનું કયા કારણોસર મોત થયુ છે તેની ચકાસણી કરવાં માટે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. અને પોલીસ દ્વારા મામલાની જીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે.
વડોદરાના સમા ચાણક્યપુરી પાસે આવેલા રાધે ક્રિષ્ણ ફ્લેટમાં વિવેક કરણ નામનો યુવાન તેના માતાપિતા સાથે રહેતો હતો. યુવક ડ્રગ્સનું સેવન કરતો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો છે. તથા યુવાન તેનું વેચાણ પણ કરતો હોવાની આશંકા વ્યક્ત કરી છે. સુત્રોએ ઉમેર્યું કે, યુવકના ઘર પાસેથી ઊંઘની ગોળીઓ અને ઇન્સ્યુલિન તથા મોટી સંખ્યામાં ઇન્જેક્શનો મકાન પાસેથી મળી આવ્યા છે. જેની જાણ સ્થાનિક પોલીસ મથકે કરતા પોલીસે યુવાનના મોત નું ચોકકસ કારણ જાણવા માટે તેના મૃત દેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઉપરાંત પોલીસે યુવાનના ઘરની તપાસ પણ હાથ ધરી છે.










