• યુવરાજસિંહ સામે અપહરણનો પણ ગુનો દાખલ થશે
  • ઋષિ નામના યુવકનો બળ જબરી પૂર્વક વીડિયો ઉતાર્યો હોવાનો આરોપ 
  • છેલ્લા 3 દિવસોમાં ધરપકડોનો દોર હજુ એક મુખ્ય સૂત્રધાર R.k ને પકડવાનો બાકી 

ડમીકાંડમાં યુવરાજસિંહની મુશ્કેલી હજુ પણ વધી શકે છે. જેમાં હવે તોડકાંડ મામલે યુવરાજસિંહ સામે અપહરણનો પણ ગુનો દાખલ થઈ શકે છે. એક માહિતી અનુસાર, આરોપીઓની પૂછપરછમાં મહત્વની કડીઓ સામે આવી છે. જેમાં યુવરાજસિંહે ઋષિ નામના યુવકનો વીડિયો બળજબરી પૂર્વક ઉતાર્યો હોવાનો આરોપ લાગી રહ્યો છે.

ડમીકાંડ અને હવે તોડકાંડમાં યુવરાજ વિરુદ્ધ એક પછી એક નવા આરોપ સામે આવી રહ્યા છે. જેમાં તળાજાના પિપરલા ગામના ઋષિ નામના યુવકનો બળ જબરી પૂર્વક વીડિયો ઉતાર્યો હોવાનો આરોપ લાગી રહ્યો છે. જેમાં યુવકને કારમાં બળજબરી પૂર્વક બેસાડવાના ચક્કરમાં અપહરણનો આરોપ લાગી શકે છે. એટલું જ નહીં આ વીડિયોના આધારે જ પી.કે સહિતનાને દબાવવામાં આવ્યા હોવાની પણ વાતો સામે આવી રહી છે.

[[$googlead]]

RK હજી પોલીસ પકડથી દૂર

[[$alsoread]]

આ મામલે છેલ્લા 3 દિવસોમાં ધરપકડોનો દોર ચાલી રહ્યો છે. ત્યારે હજુ એક મુખ્ય સૂત્રધાર R.k ને પકડવાનો બાકી છે. R.k પકડાયા બાદ તેઓની પાસે થી તોડ કર્યો કે કેમ તે પણ પોલીસ પૂછપરછ કરવાની રહેશે. આ મામલે તમામ આરોપીઓની પૂછપરછ પછી પણ ઘણાં મહત્વના ખુલાસા થઈ શકે છે.

અત્યાર સુધીમાં યુવરાજ સહિત 6 ની ધરપકડ

ભાવનગરના નીલમબાગ પોલીસમાં તોડ મામલે યુવરાજસિંહ જાડેજા સહિત છ શખસોની સામે તાજેતરમાં ફરિયાદ નોંધાઈ હતી, જેમાં પોલીસે શિક્ષક બિપીન ત્રિવેદી અને ઘનશ્યામ લાઘવાની મધરાત્રે ધરપકડ કરી હતી અને આજે કોર્ટમાં બંનેને રજૂ કર્યા હતા.જ્યાં કોર્ટે બંનેના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. બંનેની પૂછપરછમાં નવા ઘટસ્ફોટ થાય તેવી શક્યતા સેવાઈ રહી છે.


  • Follow us on: