ઝાકિયા જાફરીએ 86 વર્ષની ઉંમરે અમદાવાદમાં અંતિમ શ્વાસ લીધા છે. તેઓ કોંગ્રેસ નેતા એહસાન જાફરીના પત્ની હતા. તેઓ વર્ષ 2002થી કાયદાકીય લડત લડતા હતા. ઝકિયા જાફરીએ તપાસ માટે માગ કરી હતી. અને તેમના પતિના ગુનેગારોને સજા અપાવવા માટે લાંબી લડત ચલાવી હતી. સવારે તેમને બેચેની થતા તબીબી સારવાર અપાઇ હતી. જે બાદ તેઓને ડૉક્ટરે મૃત જાહેર કર્યા હતા.
ઝાકિયા જાફરીનું અવસાન













