દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરના એક વ્યક્તિને દાહોદ શહેરમાં રહેતાં એક ઈસમે મહિન્દ્રા સ્કોર્પિયોને એક્સચેન્જ કરી આપી તેના બદલામાં નવી મારૂતિ અર્ટિગા ફેર વ્હીલર ગાડી આપવાની લાલચ આપી રૂા.4 લાખની સ્કોર્પિયો ફેર વ્હીલર ગાડી લઈ જઈ નવી મારૂતિ અર્ટીગા ફેર વ્હીલર ગાડી નહીં આપતાં વિશ્વાસઘાત છેતરપિંડી કરતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.

દાહોદ શહેરમાં સહકાર નગર સોસાયટી ખાતે રહેતો દિવ્યેશ સતીષ સાધુએ ઝાલોદના લીમડી નગરમાં શિયાળ ફ્ળિયામાં રહેતાં લક્ષ્મણ મગન મોરીને મહિન્દ્રા સ્કોર્પિયો ફેર વ્હીલર ગાડીની એક્સચેન્જ માં લઈ જઈ વડોદરા છાણી ખાતે આવેલ કિરણ મોટર્સમાંથી મારૂતિ અર્ટીગ ગાડી નવી અપાવવાની લાલચ દિવ્યેશે લક્ષ્મણને આપી હતી. તેના બદલામાં દિવ્યેશ લક્ષ્મણની સ્કોર્પિયો ગાડી જેની કિંમત રૂા.4 લાખની લઈ નવી મારૂતિ અર્ટીગા ગાડી ન આપી દિવ્યશે લક્ષ્મણ સાથે વિશ્વાસઘાત છેતરપીંડી કરતાં આ સંબંધે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ભોગ બનેલ લક્ષ્મણ મગન મોરીએ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.