ઝાલોદના રામસાગર તળાવના કિનારે ખોડિયાર માતા મંદિર આવેલું છે. આસ્થાના કેન્દ્ર ગણાતા આ ખોડિયાર માતા મંદિરની નજીક રસ્તા પાસે જમીન પર પતરા ઠોકી દબાણ કરાતા મુશ્કેલી સર્જાઈ હતી.

આ સ્થળ પાસે ઝાઇદ વજીર શેખ નામના વ્યક્તિની જમીન આવેલી છે. મંદિર તરફ જતા રસ્તે પતરાં મારી દબાણ કરેલ છે. જેને લીધે મંદિર તરફ જતો રસ્તો ખૂબ જ સાંકડો બન્યો છે. આથી, ત્યાં મંદિર તરફ જતા લોકો તેમજ કૂવે પાણી ભરવા આવતા લોકો તેમજ રાહદારીઓને ખૂબ જ સમસ્યા વેઠવી પડી રહી છે. પાલિકા તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરાતી નથી