Gujarati Origin Amit Patel Shot dead in Georgia USA For robbery
  • Home
  • Gujarat
  • અમેરિકામાં ગુજરાતીની લૂંટના ઈરાદે હત્યા, પુત્રીના જન્મદિને જ પિતાનું મોત

અમેરિકામાં ગુજરાતીની લૂંટના ઈરાદે હત્યા, પુત્રીના જન્મદિને જ પિતાનું મોત

 | 7:56 pm IST
  • Share

  • મૂળ નડિયાદના અમિત પટેલની હત્યા

  • બેંકમાં નાણાં ભરવા ગયા હતા અમિત પટેલ

  • બેંકના ગેટ પાસે જ લૂંટારાઓએ અમિત પટેલને આંતર્યા

અમેરિકાના જ્યોર્જિયા સ્ટેટમાં ધોળા દિવસે લૂંટના ઈરાદે ગુજરાતની મૂળના એક ગેસ સ્ટેશન માલિકની ગોળી મારીને હત્યાનો બનાવ સામે આવ્યો છે. લૂંટારાઓએ જે જગ્યાએ ઘટનાને અંજામ આપ્યો, તે પોલીસ સ્ટેશનની એકદમ નજીક છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ નડિયાદના અમિત પટેલની (45) જ્યોર્જિયા રાજ્યના ઈસ્ટ કોલંબસમાં બ્યૂના વિસ્ટા રોડ પર સિનોવસ બેંક નજીક હત્યા કરી દેવામાં આવી. બેંકની બિલ્ડિંગમાં જ કોલંબસ પોલીસ ડિપાર્ટમેન્ટની ઓફિસ છે.

બેંકમાં પૈસા જમા કરાવવા ગયા હતા અમિત પટેલ
અમિત પટેલ સ્ટીમ મિલ રોડ અને બ્યૂના વિસ્ટા રોડના કોર્નર પર શેવરોન ગેસ સ્ટેશન ચલાવતા હતા. તેઓ બેંકમાં પૈસા જમા કરાવવા ગયા હતા. જ્યારે તેઓ બેંકના ગેટ નજીક પહોંચ્યા, ત્યારે જ લૂંટારાઓએ તેમને લૂંટના ઈરાદે ગોળી મારીને હત્યા કરી નાંખી.

અમિત પટેલ બેંકમાં પૈસા જમા કરાવ્યા બાદ પોતાની ત્રણ વર્ષની પુત્રીનો જન્મદિન ઉજવવાનો પ્લાન ઘડી રહ્યાં હતા. જો કે તે પહેલા જ તેમની હત્યા કરી નાંખવામાં આવી. મૂળ નડિયાદના અમિત પટેલના પરિવારમાં પત્ની અને એક પુત્રી છે.

અગાઉ 17 નવેમ્બરના રોજ પણ ટેક્સાસમાં એક ભારતીય મૂળના સ્ટોરમાલિક સજન મેથ્યુની લૂંટના ઈરાદે ગોઈ મારીને હત્યા કરવામાં આવી હતી. આ ગુનામાં પોલીસે 15 વર્ષના સગીરની ધરપકડ કરી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો